September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

વર્લ્ડકપની જીતથી ખાસ બનેલા વાનખેડે સ્ટેડિયમમાં બનશે વિજય સ્મારક, MCAનો મોટો નિર્ણય

સચિન તેંડુલકર સહિત કરોડો ભારતીયોનું સપનું ફાઈનલ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના વિજયી છગ્ગા સાથે પૂરું થયું હતુ.

જથી 12 વર્ષ પહેલાં 2 એપ્રિલ 2011ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને હરાવીને બીજો વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં 28 વર્ષ બાદ ભારતે ODI વર્લ્ડ કપ જીત્યો હતો.  કોઈ પણ ભારતીય આ ઐતિહાસિક ક્ષણને ભૂલી શકે નહીં. મુંબઈ ક્રિકેટ એસોસિએશન એપેક્સ કાઉન્સિલે 2011ના વર્લ્ડકપની જીતની યાદમાં વાનખેડે સ્ટેડિયમમાં એક નાનું વિજય સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે

વિજય સ્મારક એ સ્થાન પર બનાવવામાં આવશે જ્યાં એમએસ ધોનીનો ઐતિહાસિક વિજયી સિક્સ બોલ સ્ટેન્ડમાં પડ્યો હતો. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિત કરોડો ભારતીયોનું સપનું ફાઈનલ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના વિજયી છગ્ગા સાથે પૂરું થયું હતુ.

મુંબઈ ક્રિકેટ એસોસિએશન ધોનીનું સન્માન કરશે

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અજિંક્ય નાઈકે જણાવ્યું કે 8 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ IPL ટૂર્નામેન્ટ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટકરાશે. તેણે કહ્યું કે તે દિવસે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમય પછી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હશે. નાઈકે કહ્યું કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન ધોનીને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાન માટે અને વાનખેડે સ્ટેડિયમમાં 2011ની ફાઇનલમાં ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવા બદલ સન્માન કરશે.

ધોની કરોડો ભારતીયોની પ્રેરણા છે

એમસીએના પ્રમુખ અમોલ કાલેએ પ્રસ્તાવ મૂક્યો હતો કે 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં ધોનીની વિજયી સિક્સ સ્ટેડિયમમાં જે જગ્યાએ પડી હતી તે જગ્યાએ વિજય સ્મારક બનાવવામાં આવે. આ પ્રસ્તાવને સચિવ અજિંક્ય નાઈક અને અન્ય સભ્યોએ ટેકો આપ્યો હતો. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમસીએ સેક્રેટરી અજિંક્ય નાઈકે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની કરોડો ભારતીયોની પ્રેરણા છે.

નાઈકે કહ્યું કે વર્લ્ડ કપ જીત એક મહાન સિદ્ધિ છે અને દરેક યુવા ક્રિકેટરને પ્રેરણા આપે છે. તેણે કહ્યું કે વિજય સ્મારક બનાવવા પાછળનો હેતુ ભારતીય ક્રિકેટની સિદ્ધિની ઉજવણી કરવાનો અને ક્રિકેટરોને દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરવાનો છે. મહેન્દ્ર સિંહ ધોની મુંબઈ પહોંચ્યા બાદ વાનખેડે સ્ટેડિયમમાં એક સન્માન સમારોહનું પણ આયોજન કરશે. સન્માન સમારોહ માટે ટૂંક સમયમાં તૈયારીઓ કરવામાં આવશે.

આજના જ દિવસે, 2 એપ્રિલ, 2011ના દિવસે ધોનીએ ઐતિહાસિક છગ્ગો ફટકાર્યો હતો, આજના જ દિવસે ભારતે 28 વર્ષ પછી તેની બીજી ICC વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી. આજનો દિવસ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાઇ ગયો છે, કેમ કે પ્રદર્શન કરવાનું દબાણ અનુભવ, ભારતના તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બેટિંગ ક્રમમાં પોતાની જાતને આગળ વધારી અને સ્ટાર ઓપનર ગૌતમ ગંભીર સાથે મજબૂત ભાગીદારી કરી, જેમાં ધોનીએ અણનમ 91 રન અને ગંભીરે 97 રનની નિર્ણાયક ઇનિંગ રમી હતી. અણનમ ઇનિંગ્સ ભારતને જીત તરફ લઈ ગઈ. ભારતે 275 રનનો ટાર્ગેટ ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ પહેલા શ્રીલંકાએ મહેલા જયવર્દનેના 103 રનની મદદથી 274 રનનો પડકારજનક સ્કૉર ભારતને જીતવા માટે આપ્યો હતો.

ખાસ વાત છે કે, ધોનીને ભારતીય ક્રિકેટ ઇતિહાસના સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે છે, તેની આગેવાનીમાં ભારતીય ટીમ ત્રણ આઇસીસી ટ્રૉફીઓ પોતાના નામે કરી છે. 

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાને ભારત સામે ભારે નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે શ્રીલંકાની ટીમ સતત બીજી વખત વર્લ્ડકપની ફાઈનલ રમી રહી હતી. આ મેચમાં મહેલા જયવર્દનેએ અણનમ 103 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 274 રન બનાવ્યા હતા. આ પહેલા કોઈ ટીમ પોતાના હૉમ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપ જીતી શકી નથી. લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર બે ટીમો જ ફાઈનલ જીતવામાં સફળ રહી હતી. ઉપરાંત, જે ટીમના બેટ્સમેને ફાઇનલમાં સદી ફટકારી હતી તે ક્યારેય હાર્યો ન હતો. આમ છતાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us