જો તમે દિવસની શરૂઆત કેટલીક પલાળેલી વસ્તુ ખાઈને કરો છો તો તે તમારા શરીર માટે સુપરફૂડ સાબિત થાય છે. આ વસ્તુઓ નિયમિત રીતે ખાલી પેટ ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જેને પલાળીને સવારે ખાવી જોઈએ.
સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો લાઇફ સ્ટાઇલમાં નાના નાના ફેરફાર કરવાથી પણ મોટો ફાયદો થઈ શકે છે. ખાસ કરીને જો દિવસની શરૂઆતમાં કેટલીક આદતો માં ફેરફાર કરવામાં આવે તો તે શરીર માટે દવા જેવું કામ કરે છે. જો તમે દિવસની શરૂઆત કેટલીક પલાળેલી વસ્તુ ખાઈને કરો છો તો તે તમારા શરીર માટે સુપરફૂડ સાબિત થાય છે. આ વસ્તુઓ નિયમિત રીતે ખાલી પેટ ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જેને પલાળીને સવારે ખાવી જોઈએ. અને આ વસ્તુઓ શરીરની કઈ કઈ સમસ્યા મા દવા જેવું કામ કરી શકે છે.
પલાળેલી બદામ
બદામને પલાળીને ખાવાથી તેના ગુણ બમણા થઈ જાય છે. જો રોજ સવારે પલાળેલી બદામ ખાવ છો તો તેનાથી સ્વાસ્થ્ય અને ફાયદો થાય છે અને સાથે જ ત્વચાને પણ લાભ થાય છે. ત્વચાની ગુણવત્તા સુધારવા માટે અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે રોજ રાત્રે પાંચ થી સાત બદામને પાણીમાં પલાળી દેવી જોઈએ ત્યાર પછી સવારે તેની છાલ ઉતારી તેનું સેવન કરવું જોઈએ
પલાળેલી કાળી દ્રાક્ષ
જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય અથવા તો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો રાત્રે કાળી દ્રાક્ષને પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે તેનું સેવન કરવું જોઈએ.
પલાળેલી કિસમિસ
જો તમને માસિક સમયે સખત દુખાવો થતો હોય તો છ થી આઠ પલાળેલી કિસમિસ અને બે રેશા કેસર ને રાત્રે પાણીમાં પલાળી દેવા. ત્યાર પછી સવારે તેનું સેવન કરવું.
પલાળેલા અખરોટ
યાદશક્તિ સુધારવા, એકાગ્રતા વધારવા અને બ્રેઇન પાવર વધારવા માટે અખરોટ ઉપયોગી છે. તેના માટે રાત્રે અખરોટને પાણીમાં પલાળી સવારે તેનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w