ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ થાણેની જિલ્લા પરિષદના શિક્ષણ વિભાગમાં કામ કરતા ૩૫ વર્ષના પ્યુનની કથિત રીતે શાળાના રેકૉર્ડમાં વિદ્યાર્થીનું નામ સુધારવા માટે ૨,૦૦૦ રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે. એસીબીના ઇન્સ્પેક્ટર સુરેશ ચોપડેએ જણાવ્યું હતું કે ‘આરોપીએ વિદ્યાર્થીના નામની ભૂલ સુધારવા તેના પરિચિત પાસેથી 5000 રૂપિયાની માગણી કરી હતી અને વાટાઘાટ પછી ઓછી રકમ સ્વીકારી હતી. તે પરિચિતે થાણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. છટકું ગોઠવ્યા બાદ બુધવારે ફરિયાદી પાસેથી ૨,૦૦૦ રૂપિયા લેતાં પ્યુનને પકડી પાડવામાં આવ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz