July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

અંધેરીના ગુંદાવલી મેટ્રો સ્ટેશન નજીક બાઈકને વાહનની ટક્કરથી ફલાયઓવર પરથી નીચે પટકાયેલા તરુણનું મોત

અંધેરીમાં રહેતા બે તરુણ અંધેરી ફલાઇઓવર પરથી બાઇકમાં બેસી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ઝડપી વાહને તેમની બાઇકને ટક્કર મારતા ૧૯ વર્ષનો તરુણ વિવેક યાદવ બાઇક પરથી ઉછળી ફલાયઓવર પરથી નીચે પટકાયો હતો જેમાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં અમન યાદવ નામનો તેનો મિત્ર ગંભીર ઇજા પામ્યો હતો. તેને માથામાં ઇજા અને અનેક ફ્રેકચર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત ગુંદવલી મેટ્રો સ્ટેશન પાસે બની હતી.

આ ઘટના બાદ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ સાઇકલ સવારોનું એક જૂથ પસાર થઇ રહ્યું હતું ત્યારે તેમણે  અમનને પુલ પર જખમી અવસ્થામાં જોયો હતો અને તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે મૃતક વિવેક ક્યાં નજરે પડયો નહોતો. તે નીચે પટકાયો હોવાથી સાઇકલિસ્ટોની નજરમાં પડયો નહતો.

આ સંદર્ભે અંધેરીના સ્થાનિક એસીપી ડૉ. સોસલે અનુસાર વિવેક અને અમન બન્ને અંધેરી (ઇ)માં એક જ વિસ્તારમાં રહેતા હતા. શનિવારે વહેલી સવારે બન્ને બાઇક પર બેસી ગુંદવલી ફલાયઓવર ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારતા વિવેક ફલાયઓવર પરથી ઉછળી ૩૫ ફૂટ નીચે પટકાયો હતો. આ ઘટનામાં તેને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે અમન ફલાય ઓવર પર પડયો હતો અનેતેને મલ્ટિપલ ફ્રેકચર થવાની સાથે જ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. વિવેકને ગંભીર ઇજાઓ થઇ હતી અને આ ઘટના બાદ તેને કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં શનિવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ વિવેકનું મોત થયું હતું.

આ સંદર્ભે એક સાઇકલ સવારે જણાવ્યું હતું કે ફલાયઓવર પર બેરિકેડ અથવા સંરક્ષણ દિવાલના અભાવે વિવેક બાઇક પરથી ઉછળીને ૩૫ ફૂટ નીચે પટકાયો હતો. આ ઉપરાંત વહેલી સવારે સ્ટ્રીટલાઇટ પણ બંધ હોવાથી અજાણ્યા વાહનોને બાઇક પરથી પસાર થતા બન્ને તરુણો નજરે પડયા નહીં હોય.

આ સંદર્ભે અંધેરી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઇપીસીની કલમ ૨૭૯ (રેશ ડ્રાઇવિંગ), ૩૦૪ (એ) (બેદરકારીથી મોત નિપજાવવું) ૩૩૮ (બેદરકારી પૂર્વક વાહન ચલાવી જીવ જોખમમાં મૂકવો) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us