મુંબઈ અને મહારાષ્ટ્રમાં તાપમાનમાં વધારો થયો છે. મુંબઈમાં ગરમીના વધારાને કારણે વીજળીની માંગ વધી છે. આવી ગરમીમાં એસી લોકલને મુંબઈકરોનો સહારો છે. પરંતુ દિવસભરની કાળઝાળ ગરમીમાં એસી લોકલના 11 ફેરા કેન્સલ કરવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી.
પશ્ચિમ રેલવેની એસી લોકલના પાસ અને ટિકિટ ધારકોને શુક્રવારે બે એસી લોકલ ટ્રેનોમાં ટેકનિકલ ખામીને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. દિવસ દરમિયાન સ્લો-ફાસ્ટ રૂટ પર 11 એસી લોકલ ટ્રેનો રદ થવાથી ટિકિટ ધારકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
વધતી ગરમીને કારણે મધ્ય અને પશ્ચિમ રેલવેની એસી લોકલની ભારે માંગ છે. વિરારથી ચર્ચગેટ સુધીની ધીમી એસી લોકલને એર કન્ડીશનીંગ સિસ્ટમથી ઓછી ઠંડકની ફરિયાદને કારણે મીરારોડ સ્ટેશન પર સવારે 9.02 વાગ્યે ટ્રેન રોકવામાં આવી હતી. ટેકનિકલ મુશ્કેલીના કારણે એક કોચના બે દરવાજા બંધ કરી ખોલવામાં આવ્યા હતા અને સમારકામ માટે ટ્રેનને મહાલક્ષ્મી સ્ટેશન પર લાવવામાં આવી હતી. સમારકામ પછી, એસી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી અને દરવાજા બંધ થયા બાદ ટ્રેનને ચર્ચગેટ તરફ ખસેડવામાં આવી હતી, એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ મીડિયા હાઉસ ને જણાવ્યું હતું.
કારશેડનું નિરીક્ષણ કરતી વખતે, રેલ્વે અધિકારીઓએ જોયું કે અન્ય તકનીકી ખામી હતી. આ ટ્રેન ફાસ્ટ ટ્રેક પર દોડવા જઈ રહી હતી. ફોલ્ટ સમયસર રીપેર ન થતાં આ ટ્રેનને પેસેન્જર સેવામાં નહીં દોડાવવાનો નિર્ણય લેવાયો હતો. પરિણામે, સાત એસી ફાસ્ટ લોકલ ફેરા રદ કરવામાં આવ્યા હતા. દરમિયાન, શુક્રવારે મોડી રાત સુધી આ બંને લોકલમાં ખામી સુધારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w