September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

જિયાખાન આત્મહત્યા કેસમાં પુરાવાના અભાવે સૂરજ પંચોલીનો છૂટકારો

બોલીવુડ અભિનેત્રી જિયા ખાન તેના જુહુ ખાતેના નિવાસસ્થાને ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યાની ઘટનાના ૧૦ વર્ષ બાદ વિશેષ સીબીઆઈ કોર્ટે આ પ્રકરણે ચુકાદો આપીને કેસના આરોપી અને જિયાના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીને આત્મહત્યા માટે પ્રેરીત કરવાના આરોપમાંથી પુરાવાના અભાવે  મુક્ત કર્યો છે. 

વિશેષ સીબીઆઈ કોર્ટ જજ એ. એસ. સય્યદે શુક્રવારે જણાવ્યું હતું કે પુરાવાના અભાવને કારણે કોર્ટ સૂરજ પંચોલીને કસૂરવાર ઠેરવતી નથી. સૂરજ અભિનેતા આદિત્ય પંચોલી અને અભિનેત્રી ઝરીના વહાબનો પુત્ર છે. ચુકાદા સમયે માતા ઝરીના સાથે સૂરજ કોર્ટમાં હાજર રહ્યો હતો.જજ સૂરજને વિટનેસ બોક્સમા ંબોલાવીને નામ પૂછ્યું હતું. ત્યાર બાદ કોર્ટે તને ચુકાદો સંભળાવ્યો હતો કે પુરાવાના અભાવે કોર્ટ તેને કસૂરવાર નથી માનતી અને મુક્ત કરે છે. જજે ત્યાર બાદ જિયાની માતા રાબિયાને ચુકાદા સામે અપીલની તૈયારી કરી શકે છે એમ જણાવ્યું હતું. 

સૂરજ પંચોલી (૩૨)ની ધરપકડ જૂન ૨૦૧૩માં થઈ હતી અને અમુક સપ્તાહ જેલમા રહ્યાબાદ તેને જામીન આપવામાં આવ્યા હતા. તેની સામે આત્મહત્યા માટે પ્રેરીત કરવાનો આરોપ હતો. જિયાની માતા રાબિયા ખાને સરકારી પક્ષે આ કેસને આત્મહત્યાનો કેસ ગણાવવા સામે વિરોધ નોંધાવીને દાવો કર્યો હતો કે તેની પુત્રીની હત્યા થઈ  છે

પંચોલીના વકિલ પ્રશાંત પાટીલે કોર્ટના ચુકાદાને આવકારીને જણાવ્યું હતું કે કોર્ટે તમામ પુરાવા ચકાસ્યા બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટ સવારે જ ચુકાદો આપવાની હતી પણ રાબિયા ખાને લેખિતમાં નવી દલીલ રજૂ કરતાં બપોર બાદ ચુકાદો આવ્યો હતો.

જિયા અમેરિકાની નાગરિક હતી અને ત્રીજી જૂન ૨૦૧૩ના રોજ મૃતાવસ્થામાં મળી આવી હતી.જિયાએ લખી હોવાનું મનાતી  છ પાનાંની સ્યુસાઈડ નોટને આધારે સૂરજની ધરપકડ કરવામાં આવી હતી. 

સૂરજે કોર્ટમાં આપેલા ફાઈનલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે તેને ખોટા કેસમાં પકડવામાં આવ્યો છે અને ખોટા આરોપનો ભોગ બનાવાયો છે. જિયાના મૃત્યુના સમાચાર સાંભળતાં જ પોતે ભાંગી પડયો હતો અને મારા જીવનની અત્યંત મહત્વની વ્યક્તિને મે ગુમાવી હતી. હું તેને સાચો પ્રેમ કરતો હતો.

ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ અનુસાર જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો તેને આત્મહત્યા માટે પ્રેરનાર વ્યક્તિને દસ વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.

સીબીઆઈએ આરોપ કર્યો હતો કે મુંબઈ પોલીસે તપાસ દરમ્યાન જપ્ત કરેલો પત્ર જિયા ખાને લખ્યો હતો. તેમાં જણાવાયું હતું કે જિયાના અંગત સંબંધો, શારીરિર અને માનસિક સતામણીનો ઉલ્લેખ છે જે કથિત સૂરજના હાથે થઈ હતી જેને કારણે તેણે આત્મહત્યા કરી હતી.

કેસની મુખ્ય સાક્ષીદાર રાબિયા ખાને કોર્ટને જણાવ્યું હતંં કે તેને આ કેસ આત્મહત્યા નહીં પણ હત્યાનો લાગે છે. બોમ્બે હાઈ કોર્ટે નવેસરથી કેસની તપાસ ઈચ્છતી રાબિયાની અરજી ગયા વર્ષે ફગાવી હતી.

કોર્ટ સમક્ષ નિવેદન આપતી વખતે રાબિયાએ જણાવ્યું હતું કે સૂરજ જિયાને શારીરિક ત્રાસ આપતો અને શાબ્દિક રીતે અત્યાચાર કરતો હતો. પોલીસ કે સીબીઆઈએ કોઈ કાનૂની પુરાવા એકઠા કર્યા નથી જેથી તેની પુત્રીએ આત્મહત્યા કરી હોવાનું પુરવાર થાય.

સૂરજે અંતિમ નિવેદનમાં જણાવ્યું હતંં કે પોતાની સામેની તપાસ અને આરોપનામા ખોટા છે અને રાબિયા ખાનના કહેવાથી સરકારી પક્ષના સાક્ષીદારોને પોતાની વિરુદ્ધ ઉલટતપાસ કરાઈ હતી. જિયા ૨૦૧૨થી ડિપ્રેશનથી પીડાઈ રહી હતી અને નવેમ્બર ૨૦૧૨માં તેણે હાથ પર કાપો પાડયો હતો. આ  ઘટના વિશે પોતે રાબિયાને જાણ કરી હતી, એમ સૂરજે નિવેદનમાં જણાવ્યું હતું.

બોલીવુડની કારકિર્દીમાં જિયા ખાન તેની પહેલી  ફિલ્મ ‘નિશબ્દ’માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us