ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર પૂરઝડપે દોડતા વાહનોને કારણે ઍક્સિડન્ટ થવાનું પ્રમાણ વધી ગયું છે. તેથી રસ્તા પર સ્પીડે વાહન ચલાવનારાઓ પર પ્રતિબંધ લાવવા માટે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર નવેસરથી બાંધવામાં આવેલા ફ્લાયઓવર પર સ્પીડ વાયોલેશન ડીટેક્શન સિસ્ટમ બેસાડવામાં આવવાની છે. લિંક રોડ પર ઍક્સિડન્ટ ટાળવા માટે ઉપાય યોજના અંતર્ગત મુંબઈ ટ્રાફિક પોલીસની સૂચના મુજબ રસ્તા પર સ્પીડે દોડવાનારા વાહનચાલકો પર પ્રતિબંધ લાવવા માટે એમ-પૂર્વ વોર્ડમાં નવા બાંધેલા ફ્લાયઓવર પર સ્પીડ વાયોલેશન ડીટેક્શન સિસ્ટમ બેસાડી તેને ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અહીં કેમેરા બેસાડવાથી સંબંધિત રસ્તા પર નક્કી કરેલી સ્પીડ કરતા વધુ સ્પીડે વાહન ચલાવનારા વાહનચાલકો પાસેથી ઈ-ચલન દ્વારા ટ્રાફિક પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે. તેથી દંડાત્મક કાર્યવાહીના ડરે લોકો પોતાના વાહનોની સ્પીડ ઓછી કરશે અને ઍક્સિડન્ટનું પ્રમાણ ઘટશે. નવા ફ્લાયઓવર પર આ સિસ્ટમ બેસાડવા માટે ટેન્ડર મગાવવામાં આવ્યા હતા. તે માટે લગભગ પંચાવન લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w