શ્રી મુસાફર ભજન મંડળ ઘાટકોપર દ્વારા શ્રીમદ્ અષ્ટોત્તર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા. ૯ એપ્રિલ ૨૦૨૩થી રવિવાર તા. ૧૬ એપ્રિલ સુધી સવારે ૯.૩૦થી ૧૨.૦૦ અને બપોરના ૩.૩૦થી ૬.૦૦ વાગ્યા સુધી અરૂણકુમાર વૈદ્ય મૈદાન, આર.એન. નારકરમાર્ગ, પંતનગર, ઘાટકોપર (પૂર્વ) ખાતે કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠપર પૂ. શ્રી આશીષભાઈ શરદભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવ્યું હતું. જેના મુખ્ય યજમાન શ્રી રામદાસ લક્ષ્મીદાસ કાનાણી પરિવારે લીધો હતો. આ સમયે શ્રી માઁ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ નરા ગૌશાળા અને જીવદયા કેન્દ્ર એવમ ગૌમુક્તિ ધામ દ્વારા ચાલતી ગૌ માતાને લગતી અસંખ્ય યોજના અંગે જાગૃત કરાવવા એક વિશેષ કાઉન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. બુધવારના રોજ બપોરે શ્રી વામન અવતાર, સાંજના શ્રી રામ અવતાર અને શ્રી કૃષ્ણ અવતાર, ગુરુવાર સાંજના ગોવર્ધન લીલા,શુક્રવાર સાંજના રૂક્ષ્મણી વિવાહ, શનિવાર સવારના શ્રી સુદામા ચરિત્ર આદિ સાનંદ સંપન્ન થયું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w