ઘાટકોપરની શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા ગુજરાતી માધ્યમ શતાબ્દી મહોત્સવ ઉજવી રહી છે. આ અવસરે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા એક ઐતિહાસિક સ્નેહ મિલન સમારોહ ગુરુવાર તા. ૨૦ એપ્રિલના રોજ ઘાટકોપરના પોલીસે હોકી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો.
આ ઉત્સવમાં શાળાની ૧૯૪૩થી ૨૦૨૩ સુધીનો કુલ ૨૦૦૦થી વધારે વિદ્યાર્થીનીઓ સહભાગી થઇ હતી. આ કાર્યક્રમમાં ઘાટકોપરના MLA શ્રી પરાગ ભાઈ શાહ, માનીતા સમાજસેવકો શ્રી ચંદ્રેશભાઈ પારેખ, શ્રી રાજેશભાઈ ઠક્કર, શ્રી જીતેન્દ્રભાઈ મેહતા, શ્રી વિનેશભાઈ મેહતા, શ્રી જીગ્નેશભાઈ ખિલાણી અને શ્રી જયેશભાઈ પારેખને આમંત્રીત કર્યા હતા. શાળાના સર્વોચ્ચ સ્થાને બિરાજતા શ્રીમતી મંજુલાબેન શાહ જેઓ ઉપસ્થિત ન રહી શક્યા તેમની ગેરહાજરી સૌને સાલી હતી.
ઉપપ્રમુખ અને ટ્રસ્ટી શ્રી વામનભાઈ જસવંતરાય મેહતા અને ઘાટકોપરના MLA શ્રી પરાગભાઈ શાહ સાથે ઉપસ્થિત મેહમાનો શ્રી ચંદ્રેશભાઈ પારેખ, શ્રી રાજેશભાઈ ઠક્કર અને શાળાના સેક્રેટરી અને ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ ગોસર, સેક્રેટરી શ્રીમતી હેમાબેન શાહ, ખજાનજી શ્રી બિમલભાઈ ગાલા, શ્રીમતી ભદ્રાબેન શાહ અને શાળાના આચાર્ય શ્રીમતી હિનાબેન જોશીએ દીપ પ્રજ્વલન કર્યું. ત્યાર બાદ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના સાથે સુંદર કાર્યકર્મનો શુભારંભ થયો. શાળાની હાલની વિદ્યાર્થીનીઓએ લેઝીમ નૃત્ય દ્વારા સૌનું સ્વાગત કર્યું. તો શાળાની ભૂતપર્વ વિદ્યાર્થીનીઓને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા શ્રોતાઓને રસતરબોળ કર્યા. શાળાની વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ચાલ ફરી વિદ્યાર્થીની બનીયે રજુ કરી હતી. જેને વિદ્યાર્થીનીઓને તેમના શાળા જીવનના મીઠા સંભારણા યાદ તાજી કરાવી. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ તથા હાલના આચાર્ય બેહનો, શિક્ષિકા બેહનો તથા નોન ટીચિંગ સ્ટાફના સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ઘાટકોપરના લોકલાડીલા ચંદ્રેશભાઈ પારેખના સેવન સ્ટેપ્સ ઈવેન્ટ્સ દ્વારા ખાસ વિદ્યાર્થીનીઓ માટે લાઈવ કોન્સર્ટની ધૂન રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓએ મન મૂકીને નૃત્ય કર્યું અને ગ્રાઉન્ડ ગજાવ્યું સાથે વિદ્યાર્થીનીઓને શાળાની યાદ તાજી કરાવવા વિવિધ પરીક્ષા ખંડ, પુસ્તકાલય, ગુડી બેગ, સેલ્ફી બૂથની સુવિધા રાખવામાં આવી હતી.
આ ભવ્ય ઉત્સવનું વિડીઓગ્રાફી, સોશ્યિલ મીડિયા પર લાઈવ કવરેજ જિનલ સ્ટુડિયોના ભાવિક અને બંટીભાઈ શાહએ કર્યું હતું. સાથે જ ઘાટકોપરના કૃણાલ મર્ચન્ટએ ભવ્ય સ્ટેજ, ડીજે, લાઈટિંગ, સાઉન્ડની વ્યવસ્થા કરી હતી. આ સ્નેહ મિલનનું સંચાલન પ્રશાંત ઠક્કરએ કર્યું હતું અને સૌ માટે સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કમલેશ કેટરર્સની હતી.
આ ભવ્ય સ્નેહ મિલનનો બેજોડ સફળતાનો શ્રેય ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધરતીબેન કારેલીયાને જાય છે. તેમના સહયોગી સુલેખાબેન ડગલી અને ભાદુરીબેન પટેલએ તેમનો સાથ આપ્યો અને તેઓએ ટીમ બનીને આ ઉત્સવને સફળ બનાવ્યો. તે સાથે જ બધાજ સહકાર્યકરોએ આ ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે તેમનો સાથ સહકાર આપ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w