સર્વિસ રોડ પર વધી રહેલી ઘટનાઓને ઘટાડવા માટે ઐરોલીથી ઘાટકોપર સુધીના સર્વિસ રોડને ૨ કલાક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાયલ ધોરણે શરૂ કરાયેલી ઝુંબેશને આગામી દિવસોમાં વધુ આગળ પણ વધારાય તેવું અનુમાન છે. અત્રે નોંધનીય છે કે મુંબઈના વર્લી વિસ્તારમાં સર્વિસ રોડ પર જોગિંગ કરતી વખતે કારની અડફેટે આવી જતાં એક મહિલાનું મોત થયું હતું. જે બાદ જોગર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ઐરોલી જંકશનથી ઘાટકોપર વિસ્તાર સુધીના સર્વિસ રોડને સવારે ૫ થી ૭:૩૦ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દરમિયાન જોગિંગ અને સાયકલ ચલાવનારા નાગરિકો તેમજ મોર્નિંગ વોકર્સ માટે બેરિકેડિંગ કરવામાં આવશે. જેથી માત્ર જોગીંગ જ નહી પરંતુ ચાલતા નાગરિકોને માર્ગ અકસ્માતનો ખતરો રહે નહીં. આ સાથે અસામાજિક તત્વો દ્વારા ચોરી અને વાતોમાં ભોળવીને કરવામાં આવતી છેતરપિંડીમાંથી પણ શહેરીજનોને રાહત મળશે. આ સંદર્ભમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. શરૂઆતના દિવસોમાં સર્વિસ રોડને ટ્રાયલ ધોરણે ૨ અઠવાડિયા માટે બંધ કરવામાં આવનાર છે અને સકારાત્મક પ્રતિસાદ જોતાં આ ઝુંબેશને આગળ વધારવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz