બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમનો દાવો છે કે, સંજય રાઉત 10 જૂન પહેલા NCPમાં જોડાઈ જશે. નિતેશ રાણેએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાનો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંજય રાઉત 10 જૂન પહેલા NCPમાં જોડાશે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સાપને દૂધ પીવડાવ્યું છે, રાઉત બાળાસાહેબ ઠાકરેના ન થઈ શક્યા તે ઉદ્ધવના શું થશે.
નિતેશ રાણેએ કહ્યું કે, સંજય રાઉત સમાજવાદી વિચારધારામાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ છે. સંજય રાઉતને હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે,, સંજય રાઉતને ‘ધ કેરલા સ્ટોરી’ પસંદ આવી. એવું લાગે છે કે તેમને માત્ર રશિયન સ્ટોરી જ પસંદ છે. જો રાઉતને ધ કેરલા સ્ટોરી નથી પસંદ તો દિશા સાલિયન ફાઇલ્સ ટૂંક સમયમાં OTT પર પ્રીમિયર થશે. તેથી જ સંજય રાઉત સતત અજિત પવાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે.
રાણેએ વધુમાં કહ્યું હતું કે જો તમને ‘ધ કેરલા સ્ટોરી’ પસંદ ન આવી તો અમે ટૂંક સમયમાં અમે તમારી પસંદની ફિલ્મ દિશા સાલિયાન ફાઈલ્સ OTT પર રિલીઝ કરીશું. જો તમને દિશા સાલિયનની ફાઈલ્સ પણ પસંદ ન આવે તો હું તમને ‘ધ રશિયન સ્ટોરી’ની લિંક મોકલીશ. તેમણે કહ્યું કે આજે રવિવાર છે રાઉતે તેમના પરિવાર સાથે રશિયન સ્ટોરી જોવી જોઈએ.
અગાઉ જ્યારે શરદ પવારે NCPના પ્રમુખ પદેથી રાજીનામું આપવાનું એલાન કર્યું હતું ત્યારે રાણેએ તેના માટે ઉદ્ધવ જૂથના સંજય રાઉતને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે રાઉત સતત અજિત પાવરને ટાર્ગેટ કરી રહ્યા હતા ત્યારબાદ જે થયું તે બધાએ જોયું. રાઉતના નિવેદનથી ખોટો મેસેજ ગયો અને હવે પવાર પરિવારમાં પણ એ જ વાત શરૂ થઈ છે જે ભૂતકાળમાં ઠાકરે પરિવારમાં થઈ હતી. રાણેનો આરોપ છે કે, રાઉતની આજીવિકા આનાથી જ ચાલે છે. જો કે હવે શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લીધું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w