મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2023ની 22મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ પૂર્વ ખેલાડી સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અર્જુન તેંડુલકર પર આજે પોતાને સાબિત કરવાની પડકાર હશે.
ટોસ માટે આજે રોહિત શર્માને સ્થાને સૂર્યાકુમાર યાદવ આવ્યો હતો. તેણે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મળતી માહિતી અનુસાર રોહિત શર્માને પેટમાં સમસ્યા હોવાને કારણે તે કેપ્ટનશિપ નહીં કરશે. તેના સાથે સૂર્યાકુમાર યાદવ આજની મેચમાં કેપ્ટનશિપ કરશે. રોહિત શર્માને મુંબઈના ઈમ્પેક્ટ ખેલાડીઓની લિસ્ટમાં છે. તે બીજી ઈનિંગમાં ઓપનિંગ પણ કરી શકે છે.
24 સપ્ટેમ્બર, 1999માં જન્મેલા અર્જુન તેંડુલકરે 23 વર્ષ 204 દિવસની ઉંમરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે. તે ડાબા હાથનો બેટ્સમેન અને ડાબોડી મધ્યમ-ફાસ્ટ બોલર છે. 2021માં તેને મુંબઈ તરફથી 20 લાખની બેસ પ્રાઈઝ સાથે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે તેણે આઈપીએલમાં રમવાની તક આપવામાં આવી છે. આજે પ્રથમ ઓવર અર્જુનને આપવામાં આવી હતી. જેમાં તેણે 5 રન આપ્યા હતા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w