બોરીવલી સ્ટેશન નજીકના અનધિકૃત ઝૂંપડાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન એક ઝુંપડામાં રહેતા વ્યક્તિએ પોતાની જાતને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો.
પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશન નજીક રેલવે પરિસરમાં આવેલા અનધિકૃત ઝૂંપડાઓ સામે કાર્યવાહી કરવા રેલવેની અતિક્રમણ નિકાલની ટીમ ગઈ હતી. આ સમયે ટીમ અને ઝૂંપડા માલિકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝૂંપડાના એક માલિકે પોતાના પર કેરોસીન છાંટીને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો.
રેલ્વે પોલીસે માણસને અટકાવ્યો અને તેને ભાનમાં લાવ્યો, આમ દુર્ઘટના ટળી. આ ઘટના ગઈકાલે બુધવારે બપોરે બની હતી. આ મામલે ટોળા સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેએ તેની હદમાં આવેલી અનધિકૃત ઝૂંપડપટ્ટીઓ પર તોડફોડ કરવાની તેની ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે. બોરીવલી રેલ્વે સ્ટેશન નજીકના દૌલત નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગઈકાલે સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ રહીશોના ઉગ્ર વિરોધને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz
This is due to Politician and BMC when encroachment done BMC known but they want complaint. After complaint many year passed and Political party passed rules to protect and so nothing possible if only BMC strictly see these.