સુકી મેથીના દાણામાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ સારી રીતે કરી શકે છે. મેથીના પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, ઝિંક સહિતના પોષક તત્વો હોય છે. નિયમિત તેનું સેવન કરવાથી શરીરને ચાર સૌથી મોટા ફાયદા થાય છે.
આપણા રસોડામાં એક એવી વસ્તુ છે જેનું સેવન કરવાથી ત્વચા, વાળ અને શરીરની નાની મોટી ઘણી બધી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. આ વસ્તુ છે સૂકી મેથી. સુકી મેથીના દાણામાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ સારી રીતે કરી શકે છે. મેથીના પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, ઝિંક સહિતના પોષક તત્વો હોય છે. નિયમિત તેનું સેવન કરવાથી શરીરને ચાર સૌથી મોટા ફાયદા થાય છે. આ ચાર ફાયદા કયા છે ચાલો તમને જણાવીએ.
મેથી ખાવાથી થતા લાભ
1. મેથી ખાવાથી પેટ સાફ રહે છે. સાથે જ સ્કીન માટે પણ તે ખૂબ જ સારી ગણાય છે. પેટ અને ત્વચાને લાભ થાય તે માટે એક ચમચી મેથીને સંચળ અને હુંફાળા પાણી સાથે પી લેવી.
2. મેથી દાણા એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ થી પણ ભરપૂર હોય છે. તેમાં મિનરલ્સ પણ હોય છે.. જે વાળને સ્વસ્થ રાખે છે. જો તમે સરસવના તેલમાં મેથીના દાણા મિક્સ કરીને વાળમાં તેનો ઉપયોગ કરો છો તો વાળનો કલર કુદરતી રીતે કાળો રહે છે.
3. વજન કંટ્રોલ કરવામાં પણ મેથી મદદ કરી શકે છે. તેના માટે રોજ સવારે શેકેલી મેથીનો પાવડર પાણી સાથે પીવાનું શરૂ કરો. તેનાથી ચરબી ઝડપથી ઓગળે છે અને સ્નાયુનો વિકાસ થાય છે.
4. મેનોપોઝ દરમિયાન મહિલાઓને શારીરિક પીડા અને માનસિક સમસ્યામાંથી પસાર થવું પડે છે. આ સ્થિતિમાં પણ મેથીનું સેવન કરવાથી રાહત થઈ શકે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w