થોડા સમય પહેલા તેને ધમકીભર્યો મેલ આવ્યો હતો. હવે રાખીએ કહ્યું હતું કે, તે ધમકીને કારણે ડરી ગઈ છે.
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીન રાખી સાવંત એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેને ધમકીભર્યો મેલ આવ્યો હતો. હવે રાખીએ કહ્યું હતું કે, તે ધમકીને કારણે ડરી ગઈ છે. એટલા માટે તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી Z સુરક્ષાની જરૂર છે. આ સાથે તેણે કંગના રનૌત પર પણ આકરા પ્રહારો કર્યા છે.
રાખી સાવંત PM મોદીને મળશે!
રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વિડિયોમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, હું અત્યાર સુધી કંઈ કહેવા નહોતી માંગતી પરંતુ હવે કહી રહી છું. હું Z સુરક્ષા માટે પીએમ મોદીજીને મળી રહી છું. હું રાજનાથજી અને મોદીજીને મળી રહી છું. જ્યારે તે કંગના રનૌતને Z સિક્યોરિટી આપી શકે છે તો તે મને કેમ ન આપી શકે? તેને કોઈ ધમકી પણ મળી નથી. પરંતુ મને ધમકી આપવામાં આવી હતી. મારી પાસે આ બાબતનો મેઈલ પણ છે.
રાખી સાવંતને મળી હતી ધમકી!
સલમાન ખાનને લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સલમાન ખાનના મામલામાં રાખી સાવંતે પણ નિવેદન આપ્યું હતું અને લોરેન્સ બિશ્નોઈને આવું ન કરવા કહ્યું હતું. તેને લઈને રાખી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. રાખીને પણ મેલ આવ્યો હતો કે, તેણે સલમાનના કેસથી દૂર રહેવું જોઈએ, નહીંતર પરિણામ સારું નહીં આવે. રાખીએ લોરેન્સ તરફથી મળેલો મેઈલ પણ મીડિયામાં બતાવ્યો હતો.
વિડીયો જોવા અહીં આપેલ લીંક પર ક્લિક કરો… https://www.instagram.com/reel/CrfSHJ3tF99/?utm_source=ig_embed&ig_rid=dc6365ca-397b-418d-bfeb-d69d1d8123be
ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેના આઈટમ નંબર્સ પણ ખૂબ લોકપ્રિય છે. તે ‘બિગ બોસ’ની ઘણી સીઝનમાં જોવા મળી છે. રાખી છેલ્લે ‘બિગ બોસ મરાઠી સીઝન 4’માં જોવા મળી હતી.
કોઈપણ કિંમતે આદિલને તલાક નહી આપે રાખી સાવંત, જાણો શું કહ્યું?
ક્યારેક ગેરકાનૂની લગ્ન તો ક્યારેક છેતરપિંડી ‘ડ્રામા ક્વીન’ કહેવાતી રાખી સાવંત પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ રાખીએ તેના પતિ આદિલ ખાન દુર્રાની પર અનેક આરોપો લગાવીને તેને જેલમાં મોકલી દીધો હતો. રાખી આદિલ વિશે એક પછી એક ખુલાસા કરી રહી છે. હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને પોતાના દિલની વાત વ્યક્ત કરી છે.
રાખીએ આદિલને મૂર્ખ ગણાવ્યો હતો
અભિનેત્રી રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને પોતાની પીડા પોતાના પ્રિયજનો સાથે શેર કરી હતી. આ દરમિયાન તેણે આદિલને મૂર્ખ પણ કહ્યો હતો રાખી સાવંતે લાઈવમાં કહ્યું, મને કેટલી ટોર્ચર કરશો, મારી નાખશો. તમે મારા આત્માનું ખૂન કર્યું છે. જિંદગીનું પણ ખૂન કરશો શું. આદિલ તું મૂર્ખ છે, આદિલ તું બહુ ખોટું કરી રહ્યો છે. આદિલ તું દરેક સ્ત્રીને આવું કહે છે. આદિલ હવે રોકાઈ જા. તું જેલ સુધી પહોંચી ગયો છો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w