અમેરિકન જાણીતી ફર્મ હિંડનબર્ગનાં રિપોર્ટથી વિવાદમાં આવેલા ભારતના જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બંને વચ્ચે બે કલાકથી વધુ બંધ બારણે બેઠક થઈ હતી. ગુરુવારે અદાણી પવારના નિવાસસ્થાને ગયા હતા અને બંને વચ્ચે બે કલાકથી વધુ બેઠક ચાલી હતી. જોકે લખાય છે ત્યાં સુધીમાં બંને વચ્ચે નક્કર કયા વિષયમાં વાત થઈ એ માહિતી મળી નથી, પણ આ મુલાકાતથી ફરી રાજકારણમાં નવા સમીકરણો બંધાઈ શકે છે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.
શોર્ટ શેલર કંપની હિંડનબર્ગનાં નેગેટિવ રિપોર્ટના કારણે ગૌતમ અદાણી જૂથની કંપનીના સ્ટોકમાં જોરદાર ધોવાણ થયું હતું. અદાણી જૂથની કંપનીની ક્રેડિટને આ રિપોર્ટથી શેરબજારમાં લિસ્ટેડ કંપનીને જોરદાર ફટકો પડયો હતો. ભારતના મૂડી બજારની સાથે રાજકારણમાં સૌથી વધુ નકારાત્મક માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, એટલું જ નહીં સંસદનું બજેટ સત્ર પણ એના (અદાણી મુદ્દે જેપીસી મારફત તપાસ કરવા) કારણે ધોવાઈ ગયું હતું. કેન્દ્ર સરકાર સામે વિપક્ષે નમતું જરાય જોખ્યું નહતું અને છે છેલ્લે આ મુદ્દે શરદ પવારે અલગ નિવેદન આપ્યું હતું. એક કરતાં અનેક પરિબળો વચ્ચે અચાનક આજે ગૌતમ અદાણીએ શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે મળીને હવે વિપક્ષની એકતા મુદ્દે પણ સવાલ ઊભા થઈ શકે છે.
અદાણી ગ્રૂપ મુદ્દે અગાઉ શરદ પવારે તેમનું સ્ટેન્ડ બદલીને અદાણીને સમર્થન આપ્યું હતું તેથી હવે મુલાકાતથી મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં શું પ્રતિભાવો મળે છે એ જોવાનું રહેશે. અહીં એ જણવાનાનું કે અદાણી ગ્રૂપ સામેના અહેવાલમાં તપાસ કરવા મુદ્દે અગાઉથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને કોર્ટે પણ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં માર્ચ મહિનામાં નિવૃત્ત ન્યાયાધીશ મારફત તપાસ કરવાની સાથે સેબી દ્વારા પણ તપાસ કરીને બે મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w