ઘાટકોપરમાં આર-સિટી મૉલની સામે આવેલા સ્પાના નામે ચાલતા કથિત દેહવ્યવસાય પર પોલીસે દરોડો પાડીને ગુજરાતી માલિક સહિત બે યુવકની ધરપકડ કરી હતી અને સાત મહિલાને રેસ્ક્યુ કરી હતી. જે જગ્યામાં કથિત દેહવ્યવસાય ચાલતો હતો ત્યાંનું સ્થાનિક પાર્કસાઇટ પોલીસ સ્ટેશન આંખ આડા કાન કરી રહ્યું હોવાનું સામે આવતાં સિનિયર અધિકારીઓની સૂચના પર ચિરાગનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અહીં છાપો મારવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસના સિનિયર અધિકારીઓને બાતમી મળી હતી કે ઘાટકોપર-વેસ્ટમાં એલબીએસ રોડ પર આર-સિટી મૉલની સામે રેસિડેન્શિયલ પ્લાઝામાં આવેલા સ્પામાં મસાજના નામે નેપાલી અને બહારગામની મહિલાઓ પાસેથી દેહવ્યવસાય કરાવવામાં આવે છે. અધિકારીઓની સૂચના પર ચિરાગનગર પોલીસ સ્ટેશનની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સુશાંત બડગર સહિત ટીમે સોમવારે સાંજે પાંચ વાગ્યે સ્પામાં બોગસ ગ્રાહક મોક્લ્યો હતો. દેહવ્યવસાય માટે બોગસ ગ્રાહક પાસેથી ૨૦૦ રૂપિયા સ્વીકાર્યા બાદ અહીં છાપો મારવામાં આવ્યો હતો. દરમ્યાન, વધુ તપાસ કરતાં અહીંથી સાત યુવતીઓ મળી હતી, જેમને રેસ્ક્યુ કરવામાં આવી હતી. એ સાથે સ્પાના માલિકની ધરપકડ કરવામાં આવી હતી.
ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અમારી ટીમ દ્વારા પાર્કસાઇટની હદમાં દેહવ્યવસાય ચલાવતા સ્પા પર છાપો મારવામાં આવ્યો હતો. આ છાપો સિનિયર અધિકારીના આદેશ પ્રમાણે મારવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરીને એની વધુ તપાસ પાર્કસાઇટ પોલીસ સ્ટેશન કરી રહી છે.’
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w