મુલુંડના એલબીએસ રોડ સ્થિત નંદાદીપ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં મુંબઈ પોલીસના એન્ફોર્સમેન્ટ સેલ દ્વારા ૨૩ મહિલાઓ, ગ્રાહકો અને હોટલ મેનેજર પર કાર્યવાહી કરવામાં આવી છે. આ બાર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવે છે અને મહિલાઓ દ્વારા અશ્લીલ ડાન્સ પણ કરવામાં આવતો હોવાની ફરિયાદો મળી હતી. આના અંતર્ગત એન્ફોર્સમેન્ટ સેલે આ કાર્યવાહી કરી હતી. એન્ફોર્સમેન્ટ સેલને માહિતી મળી હતી કે છેલ્લા કેટલાક દિવસોથી મુલુંડના એલબીએસ માર્ગ, નંદાદીપ બાર એન્ડ રેસ્ટોરન્ટના બારમાં મહિલાઓ અશ્લીલ ડાન્સ કરી રહી છે અને પૈસાની ચોરી થઈ રહી છે. તદનુસાર, એન્ફોર્સમેન્ટ સેલે રાત્રે બારમાં ખબરીને રિપોર્ટ લેવા મોકલીને બારમાં થતી અશ્લીલતાનો વીડિયો બનાવવા જણાવ્યું હતું. આ મુજબ, મહિલાઓ ગ્રાહકો સાથે અશ્લીલ ડાન્સ કરી રહી હોવાનો અને તેમના પર પૈસાનો વ્યય થઈ રહ્યો હોવાના સમાચારની પુષ્ટિ થતાં જ પોલીસે તરત જ બાર પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન બારમાં ૨૩ મહિલા બારબાળા અને ૩ પુરુષ ડાન્સર્સ, ૨ મેનેજર, ૫ વેઈટર અને ૧૬ ગ્રાહકો હાજર હતા. પોલીસે તમામ સામે મુલુંડ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરી હતી. આ અવસરે સવાલ ઉઠી રહ્યો છે કે વહીવટીતંત્ર દ્વારા બનાવેલા નિયમોને નેવે મુકીને બારમાં અશ્લીલ ડાન્સ કરવામાં આવે છે, તો સ્થાનિક પોલીસને તેની ખબર કેમ નહીં પડી?
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w