જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની રેલીમાં બોમ્બ-બ્લાસ્ટ થયાના સમાચાર છે. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ પીએમ કિશિદા એક રેલીમાં સંબોધન કરવા માટે વાકાયામા શહેરમાં પહોંચ્યા હતા. બ્લાસ્ટ થતા જ સુરક્ષા જવાનો દ્વારા તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, તેમના પર સ્મોક અથવા પાઇપ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરક્ષા જવાનોએ તરત જ હુમલાખોરની ધરપકડ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લોકોને ભાગતા જોઈ શકાય છે.
વીડીયો જોવા અહીં ક્લીક કરો
જવાનોએ એક વ્યક્તિને ઝડપી લીધો
સ્મોક બોમ્બ ફેંકાયા બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત બચવા માટે ભાગતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળના જવાનોએ એક વ્યક્તિને ઝડપી લીધો હતો.
લોકોમાં નાશભાગ મચી ગઈ હતી
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિશિદાનું ભાષણ સાંભળવા આવેલા લોકોમાં આ ઘટના બાદ નાશભાગ મચી ગયેલી જોઈ શકાય છે. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ એક વ્યક્તિને જમીન પર પછાડીને કાબૂમાં લેતા જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટનામાં પીએમને કોઈ ઈજા થઈ નથી. તેઓ તેમના લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એક કાર્યક્રમમાં સંબોધન કરવા માટે આવ્યા હતા.
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા 19 માર્ચે ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી કિશિદાએ હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ પીએમ કિશિદાને ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ગિફ્ટ આપી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w