September 17, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન: પારો ૪૦ ડિગ્રીએ પહોંચવાનો અંદાજ

પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટથી મુંબઈગરા હેરાનપરેશાન થઈ ગયા હતા. મે મહિનાથી ગરમી લોકો અનુભવી રહ્યા છે. એકાદ બે દિવસમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે મુંબઈમાં હાલ આકરી ગરમી પડી રહી છે. ગરમી અને ઉકળાટને કારણે મનુષ્યની સાથે જ પશુ-પ્રાણીઓ પણ પરેશાન થઈ ગયા હતા.

હવામાન ખાતાએ આગામી બે દિવસમાં મુંબઈમાં ગરમીનું મોજું ફરી વળવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. તેથી તાપમાનનો પારો ૩૯થી ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૬.૭ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં પણ હાલ વિચિત્ર મોસમ જણાઈ રહી છે. એક તરફ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠું પડી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો સતત ઊંચો નોંધાઈ રહ્યો છે. દિવસ દરમિયાન સૌથી વધુ તાપમાન જળગાંવમાં ૪૦ ડિગ્રી નોંધાયું હતું. તો હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૩૦.૯ જેટલો નોંધાયો હતો. મધ્ય મહાબળેશ્ર્વરના જેરુલ અને કોલ્હાપુરમાં ૩૭.૫ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. પુણેમાં ૩૭.૧ ડિગ્રી, સાંગલીમાં ૩૪.૧ ડિગ્રી, સોલાપુરમાં ૩૯.૪ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું. મરાઠવાડામાં એક તરફ વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ ઔરંગાબાદમાં ૩૬.૧ ડિગ્રી, નાંદેડમાં ૩૭.૬ ડિગ્રી, ઓસ્મનાબાદમાં ૩૮.૨ ડિગ્રી અને પરભણીમાં ૩૮.૮ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

One thought on “ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન: પારો ૪૦ ડિગ્રીએ પહોંચવાનો અંદાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us