જોકે એ તમામ ઘર રહેશે સમાજના ટ્રસ્ટના નામે
મુલુંડમાં ગયા વર્ષે મૃત્યુ પામનાર દીપચંદ દોશી (મોટી ખેરાળી ગામના વતની)એ ૨૦૧૩માં જ્ઞાતિના વાર્ષિક સંમેલનમાં સાધર્મિકો માટે કંઈક કરવાની ભાવનાથી સંક્લ્પ કર્યો હતો કે હું ૧૦૦ સાધર્મિક પરિવારોને યોગ્ય ઘર અને સન્માનભર્યું સરનામું મળે એ પ્રમાણે નિવાસ આપીને તેમને ધાર્મિક અને આર્થિક રીતેપત્ર બનાવીશ. આ વચન તેમના પુત્રો તેમની પ્રથમ પુણ્યતિથિએ પૂરું કરશે. એ માટે ઇચ્છુક સાધર્મિકોને ૧૦ મેથી ફૉર્મનું વિતરણ કરવામાં આવશે.
આજથી દસેક વર્ષ પહેલાં મોટી ખેરાળીના વતની અને મુલુંડમાં રહેતા દીપચંદ દોશીએ ડોમ્બિવલીમાં ભવ્ય શિખરબંધ શ્રાવક-શ્રાવિકાઓ માટે વિશાળ વસંતદીપ વાટિકાનું નિર્માણ કર્યું હતું. દરમિયાન ૨૦૧૩માં શ્રી ઘોઘારી વીસા શ્રીમાળી સમાજના વાર્ષિક સંમેલનમાં જ્ઞાતિજનો પ્રત્યેની ભાવનાથી તેમણે સંક્લ્પ કર્યો હતો. કે હું ૧૦૦ સાધર્મિક પરિવારોને યોગ્ય નિવાસ આપીને તેમને ધાર્મિક અને આર્થિક રીતે સધ્ધર બનાવીશ. દરમ્યાન, ૨૦૨૨માં મુલુંડમાં ખાતે પિતાએ વિદાય લીધી હતી. તેમના હૃદયની ભાવનાએ વાસ્તવિક રૂપ ધારણ કરતાં તેમની પ્રથમ પુણ્યતિથિએ ડોમ્બિવલીમાં તેમના દ્વારા નિર્મિત વસંતદીપ વાટિકાના સંકુલમાં વિનસ સ્કાય સિટીમાં બધી સુખ-સુવિધાથી સજ્જ ૫૦ બ્લોક એન્ટિસ્ટો ટાવરમાં પહેલા તબક્કાના ભાગરૂપે નિઃશુલ્ક આપવામાં આવશે. એ માટે ૧૦ મેથી ફોર્મ બહાર પાડવામાં આવશે. ફ્લેટ મેળવવા માટે અમુક શરતો પણ રાખવામાં આવી છે જે ફ્લૅટ લેનારે પુરી કરવાની રહેશે. ફ્લૅટ મેળવવા ઇચ્છતા લોકોને સેમ્પલ ફ્લેટ જોવા માટેની સુવિધા પણ આપવામાં આવી છે.
આ માટેનું ફોર્મ ભરીને મુંબઈમાં યુસુફ મેરઅલી રોડ પર થી ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિની ઓફિસમાં આપવાનું રહેશે.
દીપચંદભાઈના પુત્ર રાકેશ દોશીએ કહ્યું હતું કે “સામાન્ય રીતે જૈન પરિવારો સમૃદ્ધ જ હોય એવી જનમાનસમાં છાપ છે. છતાં આપણે જાણીએ છીએ કે જૈન મૂળમાં જન્મ લેનારા આજે એવા પણ પરિવારો છે જેઓ પછાત વિસ્તારમાં રહીને દાતાઓની આર્થિક સહાયથી જીવનનિર્વાહ કરે છે. આવા પરિવારોનું પોતાનું પર હોય એવા પિતાના વિચાર અને વચનનું પાલન કરીને તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કુલ ૧0૦ સાધર્મિકોને મફત રહેઠાણ આપવામાં આવશે. એમાંથી પ્રથમ ફેઝમાં ૫૦ લોકોને રહેઠાણ આપવામાં આવશે. રહેઠાણ મેળવવા માગતા લોકોએ ફૉર્મ ભરવાનું રહેશે. એ સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. ૨૮ માળની બહુમાળી ઇમારતમાં તમામ ફ્લેટ હશે. એ ૪0૦ ફુટ કાર્પેટના વન બીએચકે ફ્લેટ હશે. – માસ્ટર બેડરૂમની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. એટલું જ નહીં, અહીં રહેતા લોકોને તમામ સગવડ પણ મળશે. અમે આ ફ્લેટ ટ્રસ્ટને આપીશું અને ટ્રસ્ટ સમાજના જરૂરિયાતમંદ લોકોને આપશે.’
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w