મુંબઈ-ગોવા નેશનલ હાઈવેને ફોર-લેન બનાવવાનું કામ અટકેલું છે ત્યારે હાઈ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ સમસ્યાનું હવાઈ નિરીક્ષણ કરવાની ફેશન નીકળી પડી છે. છેલ્લાં 13 વર્ષથી રસ્તાઓ પર ખાડાઓને કારણે વાહનચાલકો માટે માથાનો દુખાવો છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં મુંબઈ- ગોવા હાઈવેના કામનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જોકે આ કામની સમયમર્યાદા હજુ પૂરી થઈ નથી અને હાઈ કોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે જો રાજ્ય સરકાર આ સમગ્ર હાઈવે પર ટ્રોમા કેર સેન્ટરનું નિર્માણ કરવાનું મનમાં લે તો તે કરી શકે છે અને થોડા દિવસોમાં થઈ જશે.
મુંબઈ- ગોવા હાઈવે એનએચ-66ના અટકેલા કામ અને મોટા પ્રમાણમાં કાટમાળને ધ્યાનમાં લેતાં મૂળ કોંકણના એડવોકેટ ઓવૈસ પેચકરે મુંબઈ હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. કારોબારી ચીફ જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની બેંચ સમક્ષ તેની સુનાવણી થઈ હતી.
તે પછી, 31 માર્ચે રત્નાગિરિની મુલાકાતે આવેલા ગડકરીએ ચાર માર્ગી હાઇવેના કામની હવાઈ સમીક્ષા કરી હતી, જે બાદ તેમણે કહ્યું કે તેમણે અખબારોમાં હાઈવે અંગે વાંચ્યું હતું તેમ જ હાઈવે પર અકસ્માતો અટકાવવા ટ્રોમા કેર સેન્ટર શરૂ કરવામાં આવે તે જરૂરી છે.કોર્ટે ફરી એક વાર ઉલ્લેખ કર્યો કે દરેક નાગરિકનું જીવન અમારા માટે મહત્ત્વપૂર્ણ છે અને રાજ્ય સરકારને આ અંગે તેની સ્થિતિ સ્પષ્ટ કરવા આદેશ આપતાં આગામી સુનાવણી 7 જૂનના રોજ નિર્ધારિત કરી છે.
બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી વતી પ્રોજેક્ટ ડાયરેક્ટર યશવંત ખોટકરે મુંબઈ હાઈ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તદનુસાર, હાઇ કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે હાઇવેનું ચાર માર્ગી કામ પૂર્ણ કરવામાં 31મી મે, 2023 સુધીનો સમય લાગશે. ઉપરાંત આ એફિડેવિટમાં કબૂલ કરવામાં આવ્યું છે, કે કલ્યાણ ટોલવેના નિર્માણ માટે જરૂરી સામગ્રીની અછત છે. અરજદારોએ વાંધો નોંધાવ્યો હતો અને હાઇ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે કામની સમયમર્યાદા 31 માર્ચે સમાપ્ત થઈ ગઈ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz