બોરીવલી (પશ્ર્ચિમ)માં ગોરાઈ સ્થિત ગ્લોબલ પૅગોડા તેમ જ ગોરાઈ દરિયા કિનારા તરફ જતા રસ્તા પરના ૩૨૬ ઝૂંપડાઓ સામે પાલિકાના ‘આર’ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ૩૨૬માંથી માત્ર ૧૩૩ ઝૂંપડાધારક વળતર માટે પાત્ર ઠરતા તેમનું અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
પાલિકાના ‘આર’ વોર્ડના જણાવ્યા મુજબ ગ્લોબલ પૅગોડા તેમ જ ગોરાઈ દરિયા કિનારા તરફ જનારા પર્યટકોને ગોરાઈ રોડ પરથી અવરજવર કરવી પડે છે. તેમાંથી મોટાભાગના પર્યટકો ગોરાઈ વિલેજમાં વિવિધ ઠેકાણે મુલાકાત લેતા હોય છે. પરંતુ આ રસ્તા પર ૧૯૯૫ની સાલથી મહાત્મા ફુલે નગર ઝૂંપડપટ્ટી અસ્તિત્વમાં આવી હતી. તેથી પર્યટકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો.
પર્યટકોને રાહત મળે તેમ જ રાહદારીઓને ચાલવા માટે રસ્તો ખુલ્લો થાય તે માટે પાલિકાએ શુક્રવાર ૧૨, મેના રોજ કાર્યવાહી કરીને ઝૂંપડાં તોડી પાડ્યા હતા. તે માટે પાલિકાના ૨૦૦ કર્મચારી અને ૩૦ અધિકારી હાજર રહ્યા હતા. તેમ જ ૭૦ પોલીસ કર્મચારી પણ હાજર રહ્યા હતા. આ ઝૂંપડા તોડી પાડવાને કારણે હવે ૬૦૦ મીટરનો રસ્તો રાહદારીઓ માટે ખુલ્લો થઈ ગયો છે.
મહાત્મા ફુલે નગરમાં આવેલી આ ઝૂંપડપટ્ટીમાં કુલ ૩૨૬ ઝૂંપડાં હતા, તેમાંથી માત્ર ૧૩૩ ઝૂંપડાધારક વળતર માટે પાત્ર ઠર્યા હતા. તેથી આ લોકોનું પ્રોેજેક્ટ અફેક્ટેડ લોકો માટે મલ્હારરાવ કુલકર્ણી રોડ પર બનાવવામાં આવેલી ઈમારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો ૪૦ ઝૂંપડાધારક પૈસા ભરીને પુર્નવસન માટે પાત્ર બનશે.
પાલિકા દ્વારા હાલ મુંબઈમાં મોટા પાયા પર સુશોભીકરણનું કામ ચાલી રહ્યું છે, જેમાં ગોરાઈમાં પણ મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યા છે. હવે ઝૂંપડપટ્ટી હટી જવાને કારણે સુશોભીકરણના કામ વધુ સુરક્ષિત થશે એવો દાવો પાલિકાએ કર્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w