પ્રવાસીનું સૌથી સસ્તું સરકારી વાહન બસ છે અને તેથી રોજ લાખ્ખો મુંબઈગરા અવરજવર માટે બસ પસંદ કરે છે, કારણ કે બધાને રિક્ષા- ટેક્સીનું ભાડું પોસાતું નથી. બેસ્ટની બસ દિવસરાત ચાલતી હોવાથી અનેક મુંબઈગરા તેમાં જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં હવે બેસ્ટ દ્વારા નાઈટ શિફ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેને કારણે રાત્રે- મધરાત્રે પ્રવાસ કરનારા મુંબઈગરાને સુરક્ષિત પ્રવાસ આપનારી બેસ્ટ હવે રાત્રે નહીં ચાલશે. આને કારણે મુંબઈગરાને રાત્રે- મધરાત્રે નાછૂટકે રિક્ષા ટેક્સીનો સહારો લેવો પડશે, જે પરવડતું નહીં હોય તેમને પગપાળા ઘરે પહોંચવું પડશે.
બેસ્ટની બસ રાતપાળીમાં કામે જનારા અને કામ પરથી રાત્રે મોડા ઘરે નીકળનારા મુંબઈગરાને બસની સુવિધા દિલાસો આપનારી હતી. જોકે હવે આ સેવાને બહુ ઓછો પ્રતિસાદ મળતો હોવાથી બેસ્ટ દ્વારા રાત્રે સેવા બંધ કરવાનો નિર્ણય લેનાયો છે.એક સમયે શિફ્ટમાં કામ કરનારા મિલ કામદારો માટે આ સેવા ઉપયોગી ઠરતી હતી. આ પછી રાત્રે મોડેથી કામેથી છૂટનારા, રાતની શિફ્ટમાં કામે જનારા અનેક નોકરિયાતો આ બેસ્ટની બસ સેવાનો લાભ લેતા હતા. જોકે હવે રાત્રે 12થી સવારે 4 દરમિયાન બેસ્ટ બસ સેવા બંધ કરવામાં આવી રહી છે.
મોડી રાત્રે અમુક ટેક્સી, રિક્ષાચાલકો મોંમાગ્યા દામ પડાવે છે. આથી બેસ્ટની બસ સેવા દિલાસો આપતી હતી, પરંતુ હવે તે બંધ થતાં અમુક માથાભારે રિક્ષા- ટેક્સી લૂંટફાટ ચલાવશે એવી પ્રતિક્રિયા મુંબઈગરા આપી રહ્યા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz