ચોમાસાની પાર્શ્વભૂમિ પર મેલેરિયા, ડેંગ્યૂ, ચિકનગુનિયા જેવી બીમારીઓ પર નિયંત્રણ રાખવા મુંબઈ મહાપાલિકા સજ્જ થઈ છે. ઝૂપડપટ્ટીઓમાં ડેંગ્યૂ, ચિકનગુનિયા ફેલાવતા મચ્છરના સર્વેશ્રણની ઝુંબેશ મહાપાલિકાના કીટકનાશક વિભાગ તરફથી શરૂ કરવામાં આવશે. તેમ જ ખાનગી સોસાયટીઓમાં તપાસ અને પ્રતિબંધાત્મક ઉપાયયોજના કરવાની સૂચના મહાપાલિકા તરફથી કીટકનાશક વિભાગને આપવામાં આવી છે. ચોમાસામાં ડેંગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા, લેપ્ટોસ્પાયરોસિસ જેવી બીમારીઓ ફેલાય છે.
અનેક દર્દીઓ આ રોગનો ભોગ બને છે. તેથી ચોમાસાની બીમારીઓ રોકવા માટે મુંબઈ મહાપાલિકા તરફથી દર વર્ષે વિવિધ ઉપાયયોજનાઓ કરવામાં આવે છે. જોકે આ રોગ સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં નિષ્ફળતા મળે છે. આ વર્ષે પણ સાર્વજનિક આરોગ્ય યંત્રણાના ભાગ કીટકનાશક વિભાગ તરફથી ચોમાસા પહેલાંની તૈયારી માટે ઉપાયયોજના કરવામાં આવી છે. કીટકનાશક વિભાગ તરફથી મહાપાલિકાના તમામ વોર્ડ કાર્યાલયોને મચ્છર નિર્મૂલનના ઉદ્દેશથી ચોમાસા પહેલાં કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મચ્છરની ઉત્પતિસ્થાનવાળી પાણીની ટાંકીની તપાસ અને સ્વચ્છતા કરવી, ટાયર જેવા પાણીસંગ્રહ કરતી વસ્તુઓનો નિકાલ કરવો વગેરે કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતની સૂચના વોર્ડના સ્તરે આપવામાં આવ્યાની માહિતી મહાપાલિકા તરફથી આપવામાં આવી હતી. બાંધકામ ચાલુ હોય એવા ઠેકાણે સ્વયંસેવી સંસ્થાના સ્વયંસેવકો તરફથી મચ્છરના ઈંડાં નાશ કરવા માટે ફવારણી કરવામાં આવે છે. ઝૂપડપટ્ટીઓમાં પણ પાણીની ટાંકીઓ ઢાંકીને રાખવા બાબતે તેમ જ પાણી ભરાઈ રહેતું હોય એવી વસ્તુઓ શોધીને નિકાલ કરવાની સૂચનાનો એમાં સમાવેશ છે.
ઉંદરોની સંખ્યા ઓછી કરવા પ્રયત્ન ; કીટકનાશક વિભાગ તરફથી મચ્છરના સર્વેક્ષણની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મોટા પ્રમાણમાં મચ્છરની ઉત્પતિ થનારા ઠેકાણે ધુમાડાની ફવારણી કરવાની સૂચના આપવામાં આવી છે. મહાપાલિકા તરફથી લેપ્ટોસ્પાયરોસિસ નિયંત્રણ માટે એક વિશેષ ઝુંબેશ માર્ચ 2023થી અમલમાં મૂકવામાં આવી છે. પાણી સંગ્રહવાળા ઠેકાણાઓની યાદી આપત્કાલીન વ્યવસ્થાપન વિભાગ તરફથી મેળવવામાં આવી રહી છે આવા ઠેકાણે ઉંદરોની સંખ્યામાં ઘટાડો કરવાની દષ્ટિએ દર મહિને ઝેરી દવાની ગોળીઓનો ઉપયોગ અને પૂરતી પ્રમાણમાં ઉંદર પકડવા માટે પિંજરાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલની અધ્યક્ષતા હેઠળ વિવિધ સરકારી, અર્ધસરકારી યંત્રણાના સમાવેશવાળી મચ્છર નિર્મૂલન સમિતિની બેઠક ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવશે. કેન્દ્રિય સાર્વજનિક બાંધકામ વિભાગ, રાજ્ય સાર્વજનિક બાંધકામ વિભાગ, મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે, મ્હાડા, મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ, મુંબઈ એરપોર્ટ જેવી વિવિધ યંત્રણાના પ્રતિનિધીઓ આ બેઠકમાં સહભાગી થશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w