કોલાબા-બાન્દરા-સિપ્ઝ મેટ્રો-3 રૂટ મુંબઈના પશ્ચિમ ઉપનગરોને ઉતર-દક્ષિણ જોડનાર અંડરગ્રાઉન્ડ માર્ગ છે. આ રૂટ પર બીકેસી સ્ટેશનથી ધારાવી દરમિયાનનો માર્ગ મીઠી નદી નીચેથી પસાર થશે. એના માટે મીઠી નદી નીચે આકર્ષક અંડરગ્રાઉન્ડ માર્ગ પૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. મેટ્રો-3 રાજ્યનો પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ છે. જો કે મેટ્રો અને કારશેડના વિલંબના કારણે આ રૂટ પૂરો થવામાં એક વર્ષનો વિલંબ થયો છે. અત્યારે આ માર્ગનું કામ ઝડપભેર ચાલુ છે. ડિસેમ્બરમાં આ રૂટનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. એ અનુસાર અંડરગ્રાઉન્ડ કામ 100 ટકા પૂરું થયું છે. આ રૂટમાં બીકેસીથી ધારાવીનો તબક્કો પડકારજનક હતો.
એ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો છે. બીકેસીથી ધારાવી વચ્ચેનો માર્ગ મીઠી નદી નીચેથી પસાર થાય છે. નદી નીચેનો આ પડકારજનક માર્ગ હવે બાંધીને પૂરો થયો છે. મેટ્રો-3 રૂટમાં બીકેસી (ઈન્કમટેક્સ ઓફિસ) સ્ટેશન મહત્વનું હશે. આ રૂટ માટે નિયંત્રણ કક્ષ એ જ સ્ટેશન હશે. એ જ સમયે આ સ્ટેશન મેટ્રો-2બી સાથે એને જોડાણ આપવામાં આવશે. આવા મહત્વના સ્ટેશનમાંથી આ રૂટ દક્ષિણ તરફ ધારાવી, શીતલામાતા મંદિર માર્ગે આગળ કોલાબા જાય છે. અંડરગ્રાઉન્ડ સ્ટેશનો ઊભા કરવાનું કામ પૂરા થવા આવ્યું છે. બીકેસી અને ધારાવી સહિત સાંતાક્રુઝ તથા યુનિવર્સિટી સ્ટેશન અંતિમ તબક્કામાં છે.
મેટ્રો-3માં પહેલો તબક્કો સારિપૂતનગર (આરે) થી બીકેસી ઉતર માર્ગ ડિસેમ્બર 2023માં શરૂ થશે. બીજો તબક્કો બીકેસી દક્ષિણથી કફપરેડ ડિસેમ્બર 2024માં શરૂ થશે. બીજા તબક્કાના સમયે આ રૂટ મીઠી નદી અંડરગ્રાઉન્ડ માર્ગે પાર કરીને ધારાવી સ્ટેશન જશે.
કુલ 28 સ્ટેશન
કોલાબા-બાન્દરા-સીપ્ઝ મેટ્રો-3 અંડરગ્રાઉન્ડ માર્ગમાં કુલ 28 સ્ટેશન છે. એમાં કફપરેડ, બધવાર પાર્ક, વિધાન ભવન, ચર્ચગેટ, હુતાત્મા ચોક, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કાલબાદેવી, ગિરગાવ, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચોક, વરલી, સિદ્ધિવિનાયક મંદિર, દાદર, શીતલાદેવી મંદિર, ધારાવી, બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ, વિદ્યાનગરી, સાંતાક્રુઝ, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ 1, સહાર રોડ, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ 2, મરોલ નાકા, એમઆઈડીસી, સીપ્ઝ અને આરે કોલોનીનો સમાવેશ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w