રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મુંબઈમાં પણ મોડીરાત્રે વરસાદે હાજરી આપી છે. મુંબઈમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. મુંબઈના તમામ ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. પશ્ચિમ ઉપનગરોમાં ભારે વરસાદ થયો હતો. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, વિલેપાર્લે વિસ્તારમાં પણ વરસાદ થયો છે. મુંબઈ એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદ થયો છે.
દરમિયાન રાજ્યમાં છેલ્લા 8 થી 10 દિવસથી કમોસમી વરસાદનું જોર વધ્યું છે. રાજ્યના વિવિધ ભાગોમાં આ વરસાદ પડી રહ્યો છે. કૃષિ પાકને મોટો ફટકો પડી રહ્યો છે. ઘણી જગ્યાએ ખેડૂતોના ઉભા પાક આડા પડી ગયા છે. જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. કેળા, કેરી, સંતરા, દ્રાક્ષના બગીચાને વ્યાપક નુકસાન થયું છે.
રવિ સિઝનના ઘઉં, ચણા, જુવાર અને ડુંગળીના પાકને પણ મોટો ફટકો પડ્યો છે. શાકભાજીના પાકને પણ ઘણું નુકસાન થયું છે. નાસિક જિલ્લામાં ડુંગળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આ વરસાદને કારણે લણેલી ડુંગળી સ્થળ પર જ સડી રહી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz