મેટ્રોપોલિટન કોર્ટે અખ્તરને નવેસરથી સમન્સ બજાવીને 20 જૂનના હાજર રહેવાનો આદેશ આપ્યો છે. થાણે કોર્ટે આવા જ એક કેસમાં જાવેદ અખ્તરને 12 નવેમ્બર 2021 સુધી જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાબતે વિવાદસ્પદ વક્તવ્ય કરવા પ્રકરણે બોલીવુડ ગીતકાર જાવેદ અખ્તરને મુલુંડની મેટ્રોપોલિટન કોર્ટે ફરીથી સમન્સ બજાવ્યા હતા. ગયા મહિને સેશન્સ કોર્ટે સમન્સ રદ કરવાનો નકાર આપતા તેમની અરજી ફગાવી દીધી હતી. અખ્તરે બે વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં આરએસએસની સરખામણી તાલિબાન સાથે કરી હતી. તાલિબાની જંગલી છે, આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનું સમર્થન કરનારા લોકો તેમના જેવા જ છે એવું વક્તવ્ય જાવેદ અખ્તરે કર્યું હતું.
આ પ્રકરણે એડવોકેટ સંતોષ દુબેએ અખ્તર વિરુદ્ધ આબરુ નુકસાનીનો ફોજદારી કેસ દાખલ કર્યો છે. આ કેસની સુનાવણી અત્યારે મુલુંડની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલુ છે. અખ્તરે સેશન્સ કોર્ટમાં સમન્સ વિરુદ્ધ દાખલ કરેલી અપીલ ગયા મહિને ફગાવી દેવામાં આવી. એ પછી હવે મેટ્રોપોલિટન કોર્ટે અખ્તરને નવેસરથી સમન્સ બજાવીને 20 જૂનના હાજર રહેવાનો આદેશ આપ્યો છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે આરએસએસની સરખામણી તાલિબાન સાથે કરતા જણાવ્યું કે આરએસએસનું સમર્થન કરનારા લોકોએ આત્મપરીક્ષણ કરવું જોઈએ.
તમે જેનું સમર્થન કરી રહ્યા છો તેમનામાં અને તાલિબાનમાં શું ફરક છે? બંનેની માનસિકતા એક સમાન છે. એ પછી વકીલ સંતોષ દુબેએ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે મુલુંડ પોલીસ સ્ટેશનમાં અદખલપાત્ર ગુનો (એનસી) દાખલ કરવામાં આવી હતી. દુબેએ નોટિસમાં દાવો કર્યો હતો કે આવાં નિવેદન કરીને અખ્તરે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૯ (બદનક્ષી) અને ૫૦૦ (બદનક્ષી માટે સજા) હેઠળ ગુનો કર્યો છે. મેં અખ્તરને કાનૂની નોટિસ મોકલી હતી અને તેમની ટિપ્પણી બદલ માફી માગવા માટે પૂછ્યું હતું, પરંતુ તેમણે માફી માગી નહોતી. હવે મારી ફરિયાદને આધારે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એમ વકીલે જણાવ્યું હતું.કોર્ટે અખ્તર વિરુદ્ધ સમન્સ જારી કરીને તેમને હાજર થવા જણાવ્યું હતું. એ પછી ગીતકારે સમન્સ વિરુદ્ધ કોર્ટમાં દાદ માગતા અરજીમાં જણાવ્યું કે પોતાનો મત વ્યક્ત કરવો ગુનો હોઈ ન શકે અને આ વક્તવ્યને માનહાની ગણાવી શકાય નહીં. આરએસએસ તરફથી ફરિયાદ દાખલ કરવાનો ફરિયાદીને કોઈહક નથી. જોકે કોર્ટે અખ્તરની અરજી ફગાવી દીધી હતી.
કંગના રણૌત સાથે હંમેશા વિવાદ
જાવેદ અખ્તર અને કંગના રણૌત વચ્ચે પણ હંમેશા શાબ્દિક યુદ્ધ ચાલુ રહે છે. એક સમયે કંગના અને હ્રતિક રોશન વચ્ચેના અફેર અને પછી ઊભા થયેલા વિવાદના કારણે કંગના ચર્ચામાં હતી. એ સમયે અખ્તરે કંગનાને જણાવ્યું કે હ્રતિક સાથે સુલેહ કરાવવામાં પોતે કંગનાની મદદ કરી શકે છે. એ પછી બંને વચ્ચે થયેલી બયાનબાજીથી વિવાદ વકર્યો હતો. ઉપરાંત જાવેદ અખ્તરે લાઉડસ્પીકર, બુરખો અને ઘુંઘટ વગેરે મુદ્દાઓ પર કરેલા વક્તવ્યોથી હંમેશા વિવાદ ઊભા થયા છે.
પહેલાં પણ વિવાદસ્પદ વક્તવ્ય કર્યા છે
2020માં દિલ્હીમાં થયેલી હિંસાના પ્રકરણમાં એક વક્તવ્ય આપતા વિવાદ ઊભો થયો હતો અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેટલાય લોકો માર્યા ગયા, કેટલાય જખમી છે, કેટલાય લોકો બેઘર થયા પણ પોલીસે ફક્ત એક ઘરને સીલ કર્યું અને એના માલિકને શોધી રહી છે. કમનસીબે એનું નામ તાહિર છે. પોલીસની સમજદારીને સલામ એમ અખ્તરે ટ્વિટ કર્યું હતું. તાહિરને સમર્થન કરતા આ ટ્વિટ પછી ઘણો વિવાદ થયો હતો.
વિવાદ પછી કેસ
તાલિબાન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંદર્ભ જોડતા કથિત વિવાદસ્પદ વક્તવ્ય બાદ અખ્તર વિરુદ્ધ એક પછી એક માનહાનીના કેસ દાખલ થયા હતા. થાણે કોર્ટે આવા જ એક કેસમાં જાવેદ અખ્તરને 12 નવેમ્બર 2021 સુધી જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આરએસએસ કાર્યકર્તા વિવેક ચંપાનેરકરે આ કેસ દાખલ કર્યો હતો અને અખ્તર પાસેથી રૂ. 1ની માનહાની વસૂલ કરવાની માગણી કરી છે. અખ્તરના વક્તવ્યથી સંઘની છબી નાગરિકોમાં મનમાં ખરડાઈ હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે. ઉપરાંત અખ્તર વિરુદ્ધ એડવોકેટ ધ્રુતીમન જોશીએ મુંબઈ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w