થાણે, વસઈ-વિરારમાં 100થી વધારે સોનાની ચેન આંચકનારા રીઢા ઈરાની ચોરની ધરપકડ કરવામાં આવી હતી. વસઈના ક્રાઈમ યુનિટે ચાલાકીથી આ કાર્યવાહી કરી હતી. કલ્યાણના આંબિવલીમાંથી કોઈ ચોરને પકડવો ઘણું પડકારજનક હોય છે. ચાર વખત છટકું ગોઠવ્યા છતાં હાથમાં ન આવેલા 24 વર્ષીય અબ્બાસ અમજદ ઈરાની આખરે પોલીસ દ્વારા ઝડપાયો હતો. એના પર મકોકા જેવી ગંભીર કલમ, ઈજા પહોંચાડવી, જબરી ચોરી જેવા 21 ગુના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.
2 ગુના વસઈ-વિરારની હદમાં નોંધાયેલા છે. આરોપીએ મુંબઈ ઉપરાંત દિલ્હી, ચેન્નઈ સહિત અનેક શહેરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. વસઈ-વિરારમાં સાત ઠેકાણે થયેલી ચોરીમાં સીસી ટીવી ફૂટેજમાં ઈરાની દેખાયો હતો. એ મુજબ તપાસ કરતા આરોપી કલ્યાણના આંબિવલીમાં છે એવી માહિતી મળી હતી.
દરમિયાન આ સંપૂર્ણ પરિસરમાં સોનાની ચેન ચોરોનો અડ્ડો હોવાનું જણાયું. આ ભાગમાં પોલીસ કોઈ ચોરને પકડવા જાય અથવા તપાસ માટે જાય તો વસતિની મહિલાઓ આગળ આવે છે અને પોલીસ પર પથ્થરબાજી કરે છે. તેથી ત્યાંથી ચોરની ધરપકડ કરવી પડકારજનક કામ હોવાથી યોગ્ય યોજના તૈયાર કરવી પડે છે. વસઈ ક્રાઈમ બ્રાન્ય યુનિટના પોલીસ આરોપી અબ્બાસને પકડવા સાદા વેશમાં પહોંચી હતી. જોકે ચોરોનું નેટવર્ક એટલું મજબૂત હતું કે આરોપીને પોલીસ આવ્યાની ખબર મળી. એણે તમામ ગ્રુપ પર મામુ આયા હૈ, ફિલ્ડિંગ લગી હૈ, કોઈ બહાર ન નીકલે એવો મેસેજ મોકલ્યો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz