૨૦૨૨-’૨૩ દરમ્યાન બોરીવલીમાં ટૅક ક્રૉસ કરતાં સૌથી વધારે મૃત્યુ થયાં છે તેવો અહેવાલ મિડીયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને જોતા વેસ્ટર્ન રેલવેના આરપીએફ વિભાગે ‘મિશન યમરાજ’ નામનું કૅમ્પેન શરૂ કર્યું છે, જેની ટ્રેસપાસિંગ કરનારાઓ પર મનોવૈજ્ઞાનિક અસર થવાનો દાવો આ વિભાગે કર્યો છે. આ કૅમ્પેનમાં આ૨પીએફ એમએસએફ સ્ટાફ યમરાજ જેવાં કપડાં પહેરીને પૅસેન્જરોને પકડે છે અને તેમને સલાહ આપે છે. ઉપરાંત તેમને પકડીને કાર્યવાહી કરવામાં આવે છે. ૬,૬૦૦ વ્યક્તિઓ સામે થયેલી કાર્યવાહીમાં ૧૪.૫૪ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘અતિક્રમણના જોખમને રોકવા માટે પશ્ચિમ રેલ્વેએ ઝીરો ડેથ મિશન’ની પહેલ અપનાવી છે. આ પહેલનું ધ્યેય અતિક્રમણની સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવાનું અને મુખ્યત્વે મુંબઈના ઉપનગરીય વિભાગમાં એને કારણે થતી જાનહાનિને ઘટાડવાનું છે.’
રેલવે દ્વારા સાવચેતીના પગલા રુપે ટ્રંક ક્રૉસ કરનારા ૬,૬૦૦ લોકો સામે કાર્યવાહી કરી છે, ૨૧ બાઉન્ડરી વૉલ વચ્ચેના ગૅપને ભર્યો છે અને ૮.૬૯ કિલોમીટરની વેસ્ટર્ન રેલવે સ્ટ્રેચ સાથે નવી દીવાલ બનાવી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w
How csn I be your Reporter in Dahisar mumbai. Tolanisri@yahoo.com I am senior citizen retired graduate. I don’t want any money. Just to keep be busy.