મુલુંડમાં છેલ્લા એક મહિનામાં મોટા પ્રમાણમાં ચોરીની ઘટના સામે આવી રહી છે. ગયા અઠવાડિયે મુલુંડ-વેસ્ટમાં એક ગુજરાતી વેપારીના ઘરે ૧.૩૮ કરોડના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. જોકે પાછળથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આવા જ એક બનાવમાં મુલુંડમાં પાંઉભાજીનો સ્ટૉલ ધરાવતા ઓનરના ઘરે ૫.૭૬ લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરીની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની શોધમાં લાગી છે.
મુલુંડ-વેસ્ટમાં સેવારામ લાલવાણી રોડની એક સોસાયટીમાં રહેતા અને એસ. એલ. રોડ પર માર્કેટ વિસ્તારમાં પાંઉભાજીનો વ્યવસાય કરતા મુકેશ ગુપ્તાએ કરેલી ફરિયાદ અનુસાર શનિવારે સાંજે ઘર બંધ કર્યા બાદ તેઓ પોતાના વ્યવસાય માટે નીકળી ગયા હતી. એ પછી મિત્રો સાથે હોટેલમાં જમ્યા બાદ બીજા દિવસે વહેલી સવારે ઘરે પાછા ફર્યા ત્યારે ઘરનો મેઇન ડોર તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. અંદર જઈને વધુ તપાસ કરતાં બાટ પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યું હતું. એમાંથી આશરે ૧૫,૦૦૦ રૂપિયાની રોકડ સાથે ૫.૭૬ લાખ રૂપિયાની માલમતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w