મહારાષ્ટ્રની સાથે દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જે અંતર્ગત મહત્ત્વની હોસ્પિટલમાં આજે મોક ડ્રીલ હાથ ધરવામાં આવી છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને તદેદારીના ભાગરુપે આજે પાલિકા હસ્તકેની તમામ હોસ્પિટલ અને કર્મચારીઓને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, તેની સાથે 65 વર્ષની ઉંમરના સિનિયર સિટિઝનને પણ માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવશે, એવું સત્તાવાર જણાવવામાં આવ્યું છે.
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) દ્વારા તમામ હોસ્પિટલના કર્મચારીઓને માસ્ક પહેરવાનું અનિવાર્ય કર્યું છે, જ્યારે એ નિયમ આજથી લાગુ પાડવામાં આવશે.
આ મુદ્દે પાલિકાના કમિશનર ઈકબાલ સિંહે ચહલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, બીએમસીની ઓફિસ અને બીએમસીના તમામ કર્મચારીઓને પણ માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવશે. એની સાથે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ માસ્ક પહેરવાનો અનુરોધ કરવામાં આવશે, એવું એક અહેવાલમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને જાહેર સ્થળોએ ભીડવાળા વિસ્તારોમાં સુરક્ષાના ભાગરુપે લોકોને ખાસ કરીને માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે, જેથી સંક્રમણને રોકી શકાય. કોરોનાના સંક્રમણમાં મુંબઈ શહેરમાં વધારો થઈ રહ્યો છે, જેમાં છ દિવસમાં સરેરાશ 200થી વધારે કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે મહારાષ્ટ્ર રાજ્યમાં 700થી વધુ કેસ નોંધાયા હતા, એવું અહેવાલમાં જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz