મુંબઈ પોલીસે 40 વર્ષની એક વ્યક્તિનું અપહરણ કરીને તેની મિલકત હડપ કરવા માટે તેની હત્યા કરવા બદલ પાંચ જણની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ 5 એપ્રિલે ચેમ્બુર સ્થિત હોટેલમાંથી વિશાલ વસંત કાંબળેનું કથિત રીતે અપહરણ કર્યું હતું અને તેને પનવેલના બંગલામાં લઈ ગયા હતા. ત્યાં તેની હત્યા કરી હતી અને તેના મૃતદેહનો વડોદરા-અમદાવાદ હાઈવે પર ફેંકી દીધો હતો. આરોપીઓએ કાંબળેની બહેન રોહિણીનું પણ અપહરણ કર્યું હતું અને તેને ગોરેગાવના આરે કોલોની વિસ્તારમાં એક ઘરમાં ગોંધી રાખી હતી.
અધિકારીએ જણાવ્યું કે એપ્રિલમાં કાંબળે અને રોહિણી ગુમ થયા પછી ચેમ્બુર પોલીસ દ્વારા બે ગુમ વ્યક્તિની ફરિયાદ નોંધવામાં આવી હતી. ચેમ્બુર પોલીસે મંગળવારે હત્યાનો કેસ નોંધ્યો હતો. પાંચ આરોપીઓની ઓળખ મુનીર પઠાણ (41), રોહિત અદમાને ઉર્ફે મૂસા પારકર (40), રાજુ દરવેશ (40), જ્યોતિ વાઘમારે (33), અને પ્રણવ રામટેકે (25) તરીકે કરવામાં આવી છે. પ્રથમ ચારેય આરોપી મુંબઇના રહેવાસી છે, જ્યારે રામટેકે કોલ્હાપુરમાં રહે છે.
પોલીસે જણાવ્યું હતું કે પઠાણ સસ્પેન્ડેડ બેસ્ટ બસ ડ્રાઈવર છે, જ્યારે વાઘમારે કેરટેકર છે. આ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અધિકારીએ કહ્યું કે આ કેસમાં માસ્ટરમાઇન્ડ કોણ હતું અને કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે અમે આરોપીની પૂછપરછ કરી રહ્યા છીએ. આરોપીઓને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, અને તમામ આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w