રાજ્યમાં આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા, ભારતીય જનતા પાર્ટી (BJP) એ હાઉસિંગ સોસાયટીઓની બે-દિવસીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.
રાજ્ય સરકારનું માનવું છે કે બાંધકામ ખર્ચ અવ્યવહારુ બનવા પાછળનું એક કારણ ઊંચો વ્યાજ દર છે, એમ જણાવતા કોન્ફરન્સમાં સરકારે કહ્યું હતું કે self re-development કરતી સોસાયટીઓના હિતમાં સબસિડી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આને કારણે હાઉસિંગ સોસાયટીઓ અને તેમના ભાડૂતોને ઓછા ખર્ચે મોટા મકાનો મેળવવામાં મદદ મળશે.
સમગ્ર મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે ડીમ્ડ કન્વેયન્સ લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર સરકારે રવિવારે ડીમ્ડ કન્વેયન્સ અને રિડેવલપમેન્ટ સંબંધિત સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે ઘણી રાહતોની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે ફ્લેટ માલિક અને હાઉસિંગ સોસાયટી માટે કન્વેયન્સ ડીડ મહત્ત્વપૂર્ણ છે કારણ કે શેર સર્ટિફિકેટ એ માત્ર એપાર્ટમેન્ટની માલિકીનો પુરાવો છે અને જમીન પર બિલ્ડિંગ અસ્તિત્વમાં છે તેની માલિકીનો એ પુરાવો નથી. કન્વેયન્સ ડીડ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, પ્લોટ ડેવલપર અથવા હાઉસિંગ બોડીની મિલકત રહે છે જે બાંધકામના તબક્કા દરમિયાન જમીનની માલિકી ધરાવે છે. પુનઃવિકાસ માટે જવા માટે જમીનની માલિકી પણ સોસાયટીને ટ્રાન્સફર કરવાની જરૂર છે.
આ અંગે ડેપ્યુટી સીએમએ જણાવ્યું હતું કે સોસાયટી દ્વારા કરવામાં આવેલી અરજીનો એક મહિનો પૂરો થયાના ચાર કામકાજના દિવસોમાં કન્વેયન્સ સર્ટિફિકેટ જારી કરવા ઇન્ચાર્જ અધિકારીને બંધનકર્તા રહેશે. સ્ટેમ્પ ડ્યુટી ચુકાદો, નોંધણી અને ડીમ્ડ કન્વેયન્સ પછી સોસાયટીના નામની મિલકત કાર્ડમાં નોંધણી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. બધા દસ્તાવેજોની નોંધણી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડમાં નોંધણી આગામીચાર દિવસમાં ફરજિયાત કરવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w