આજે માધુરી દીક્ષિતનો જન્મદિવસ છે. એક સમય એવો હતો જ્યારે માધુરી દીક્ષિતે બધાને ચોંકાવી દીધા હતા જ્યારે તેણે એક પ્રખ્યાત ક્રિકેટર પર પોતાનો પ્રેમનો ઈજહાર કર્યો હતો.
બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત માત્ર પોતાની એક્ટિંગ માટે જ ફેમસ નથી પરંતુ લોકો તેની સુંદરતાના પણ દિવાના છે. 56 વર્ષની માધુરી દીક્ષિત તેના સુંદર દેખાવના કારણે તેના કરતા નાની હિરોઈનોને મ્હાત આપી શકે છે. માધુરી દીક્ષિત 90ના દાયકામાં ટોચની હિરોઈન હતી. લોકો તેમની ફિલ્મો જોવી પસંદ કરતા હતા. માધુરી દીક્ષિતના જીવનમાં શરૂઆતથી જ પૈસા અને ચાહકોની કોઈ કમી નહોતી. આજે માધુરી દીક્ષિતનો જન્મદિવસ છે. એક સમય એવો હતો જ્યારે માધુરી દીક્ષિતે બધાને ચોંકાવી દીધા હતા જ્યારે તેણે એક પ્રખ્યાત ક્રિકેટર પર પોતાનો પ્રેમનો ઈજહાર કર્યો હતો.
માધુરી દીક્ષિત ગુજરાતી ક્રિકેટરના પ્રેમમાં હતી પાગલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માધુરી દીક્ષિત એક સમયે ભારતીય ક્રિકેટર અજય જાડેજાના પ્રેમમાં પાગલ હતી. અજય જાડેજાના પ્રેમ માટે તે બધુ છોડવા તૈયાર હતી. માધુરી દીક્ષિત અને ભારતીય ક્રિકેટર અજય જાડેજા એક ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા. આ પછી જ માધુરી દીક્ષિત અને અજય જાડેજા વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. તે સમયે બંનેની રોમેન્ટિક તસવીરોએ હોબાળો મચાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે માધુરી દીક્ષિતે પણ અજય જાડેજાને ફિલ્મોમાં લાવવા માટે ઘણા ફિલ્મ નિર્માતાઓને ભલામણ કરી હતી. ક્રિકેટર અજય જાડેજા પણ ફિલ્મોમાં આવવાની કોશિશ કરી રહ્યો હતો.
ક્રિકેટરના પરિવારને આ સંબંધ પસંદ નહોતો
માધુરી દીક્ષિત અને અજય જાડેજાની લવસ્ટોરી જોરશોરથી ચાલી રહી હતી પરંતુ તેનો અંત સારો ન થયો. ક્યારેક પરિવાર તો ક્યારેક સંજોગોએ બંનેના આ પ્રેમાળ સંબંધમાં અનેક અવરોધો ઊભા કર્યા. વાસ્તવમાં અજય જાડેજા એક રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જે માધુરી દીક્ષિત સાથેના સંબંધોની સંપૂર્ણપણે વિરુદ્ધ હતો. બીજી તરફ માધુરી દીક્ષિત એક સામાન્ય પરિવારની છે. માધુરી દીક્ષિત તેના બોયફ્રેન્ડ અજય જાડેજા કરતા 4 વર્ષ મોટી હતી અને આ વાત અજય જાડેજાના પરિવારને પસંદ નહોતી.
ક્રિકેટર પર 5 વર્ષ માટે મીડિયા પર પ્રતિબંધ મૂકાયેલો
જો રિપોર્ટ્સનું માનીએ તો બંનેના પરિવાર આ સંબંધથી બિલકુલ ખુશ ન હતા. દરમિયાન, અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી પર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હતા. તેણે મોહમ્મદ અઝહરુદ્દીન સાથે મેચ ફિક્સિંગના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર એપિસોડને કારણે તેના પર 5 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, જાન્યુઆરી 2003માં દિલ્હી હાઈકોર્ટે તેમના પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.
વર્ષ 1999માં આ કપલનું થયું હતું બ્રેકઅપ
કહેવાય છે કે, વર્ષ 1999માં જ્યારે અજય જાડેજાનું નામ મેચ ફિક્સિંગ કેસમાં સામે આવ્યું ત્યારે માધુરી દીક્ષિતનો પરિવાર તેમના સંબંધોની વિરુદ્ધ થઈ ગયો હતો. ત્યાર બાદ માધુરી દીક્ષિત અને અજય જાડેજા વચ્ચે લડાઈ શરૂ થઈ. થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. માધુરી દીક્ષિતે તે જ વર્ષે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને અમેરિકામાં સ્થાયી થયા. આજે માધુરી દીક્ષિતને બે પુત્રો અરીન અને રિયાન છે.
ક્રિકેટરે અદિતિ જેટલી સાથે લગ્ન કર્યા હતા
જ્યારે અજય જાડેજાએ રાજકારણી જયા જેટલીની પુત્રી અદિતિ જેટલી સાથે લગ્ન કર્યા હતા. 56 વર્ષીય માધુરી દીક્ષિત હાલમાં ફિલ્મોમાં ઓછી દેખાઈ રહી છે પરંતુ તે રિયાલિટી ટીવી શોને જજ કરે છે અને ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. તે જ સમયે, 52 વર્ષીય અજય જાડેજા હજી પણ કોમેન્ટેટર તરીકે ક્રિકેટ જગત સાથે જોડાયેલા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w