ઘાટકોપર વેસ્ટ કામાલેન સ્થિત ઘનશ્યામ બિલ્ડીંગના રહેવાસીઓ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહદારીઓને રાહત આપવા નિ:શુલ્ક છાસ વિતરણનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિનો રાહદારીઓ દ્વારા ઉત્તમ પ્રતિસાદ પણ મળે છે. બળબળતી ગરમીના મુસાફરો ઠંડી છાસ પીને ઘનશ્યામ બિલ્ડીંગના આ રહેવાસીઓનો આભાર માની તેમના દ્વારા કરવામાં આવતી આ પરોપરકારી પ્રવૃત્તિની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ કાર્યમાં માલતી કપાસી, જલ્પા તેજાઇમી, જાગૃતિ બાજરીયા, સોના બાજરીયા, મોના સંઘવી, મીરાબેન દોશી, ગીતા ગુપ્તા, અમરનાથ ગુપ્તા, મનિષ કપાસી, સ્મિતા અજમેરા તથા પુષ્પા પટેલનો સહયોગ મળી રહે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w