મુંબઈનાં સુપ્રસિદ્ધ ગેટ વે ઓફ ઈન્ડિયામાં કેટલીક તિરાડો જણાઈ છે જોકે, ઓવરઓલ માળખું એકદમ મજબૂત છે. આ સ્મારકનાં સમારકામ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવ કરોડ રુપિયા ખર્ચાશે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાને જણાવ્યું હતું કે ગેટવે ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષિત સ્મારક નથી. તે મહારાષ્ટ્ર સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના રક્ષણ હેઠળ છે. આથી, આ સંદર્ભે કેન્દ્ર સરકારને કોઈ અહેવાલ સુપરત કરવામાં આવ્યો નથી. સરકારને પુરાતત્વ અને મ્યુઝિયમ ડિરેક્ટોરેટ તરફથી પણ સમારકામની કોઈ દરખાસ્ત મળી નથી.
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલાં નિરીક્ષણ દરમિયાન કેટલીક તિરાડો જણાઈ હતી. જોકે, સમગ્ર માળખું એકદમ મજબૂત હાલતમાં છે. બિલ્ડિંગમાં ક્યાંક ક્યાંક વનસ્પતિ પણ ઉગી નીકળી છે. ગુંબજમાં કરાયેલાં વોટર પ્રુફિંગના કામને પણ નુસાન થયું છે. પુરાતત્ત્વ અને સંગ્રહાલય વિભાગે એક વ્યાપક સાઇટ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે અને ગેટવે ઓફ ઈન્ડિયાધ ના સંરક્ષણ અને સમારકામ માટે રૃ. ૮,૯૮,૨૯,૫૭૪નું બજેટ ફાળવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે ગઈ તા. દસમી માર્ચે જ આ માટે મંજૂરી આપી દીધી છે.
બ્રિટિશ સમ્રાટ કિંગ જ્યોર્જ પંચમના આગમનની યાદમાં ડિસેમ્બર ૧૯૧૧માં ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે ડિસેમ્બર ૧૯૨૪માં જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો હતો. તેની ઊંચાઈ ૮૩ ફૂટ છે અને ગુંબજનો ઘેરાવો ૪૮ ફૂટનો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz