એમએમઆરડીએની ટીમે ઐરોલી- કાટઈ નાકા પ્રકલ્પના પ્રથમ ભાગનું છેલ્લું પીએસસી આઈ ગર્ડર ઊભું કરવા સહિત આ ભાગમાં સર્વ ગર્ડર લોન્ચનાં કામ પૂર્ણ કર્યાં છે. થાણે બેલાપુર રોડ પર ભારત બીજલી જંકશન ઐરોલી ખાતે કુલ 16 પીએસસી આઈ ગર્ડર લોન્ચ કરાયા છે.
આ ગર્ડર 23થી 28 મીટર લાંબા હોઈ દરેક ગર્ડરનું વજન લગભગ 48 મેટ્રિક ટન છે. આશરે 250 મેટ્રિક ટન ક્ષમતાની બે ક્રેનની મદદથી આ ગર્ડર લોન્ચ કરવામાં આવ્યાં છે. આ કામ પૂર્ણ કરવા બે ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યા હતા. પ્રથમ બ્લોક 25 અને 26 માર્ચ અને બીજો બ્લોક 29 અને 30 માર્ચ દરમિયાન રાત્રે 10.30થી સવારે 6 દરમિયાન લેવામાં આવ્યો હતો.એમએમઆરડીએ કલ્યાણ- ડોંબિવલી અને નવી મુંબઈ દરમિયાન અખંડ અને ટ્રાફિક સુલભ કરવાની દ્રષ્ટિથી 12.3 કિલોમીટરનો ઐરોલી- કાટઈ નાકા રસ્તા પ્રકલ્પ બાંધી રહી છે.
આ પ્રકલ્પ મુલુંડ- ઐરોલી પુલથી શરૂ થઈને થાણે- બેલાપુર માર્ગે અને નેશનલ હાઈવે નં. 4 પરથી કલ્યાણ- શીળ રસ્તા પર કાટઈ નાકા સુધી વિસ્તારાયો છે. આ પ્રકલ્પને લીધે વાહનો માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ થશે અને સુલભતા મળશે અને કલ્યાણ ડોંબિવલી તથા નવી મુંબઈ ભાગમાં ટ્રાફિકજામ ઓછો થશે.12.3 કિમી આ પ્રકલ્પ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ ભાગમાં થાણે- બેલાપુર રસ્તો અને નેશનલ હાઈવે નં. 4 (જૂનો મુંબઈ- પુણે હાઈવે) દરમિયાન 3.43 કિમી લાંબા રસ્તાના બાંધકામનો સમાવેશ થાય છે.
પ્રથમ ભાગમાં 3 વત્તા 3 માર્ગિકા સાથે 1 પ્લસ 1 રેફ્યુજ માર્ગનો 1.69 કિમી લાંબા બે બોગદાં હોઈ બાકી રસ્તો એલીવેટેડ અને સામાન્ય હશે. આ ભાગમાં એલીવેટેડ માર્ગનું કામ 92 ટકા પૂરું થયું છે અને બોગદાનું 66 ટકા કામ પૂરું થયું છે. બીજા ભાગમાં 2.57 કિમી સંપૂર્ણ એલીવેટેડ રસ્તો હશે, જે મુલુંડ ઐરોલી પુલને થાણે- બેલાપુર રોડ સાથે જોડશે. આ ભાગમાં આશરે 67.5 ટકા કામ પૂરું થયું છે. પ્રકલ્પના ત્રીજા ભાગમાં કલ્યાણ- શીળ રોડ ખાતે નેશનલ હાઈવે 4થી કાટઈ નાકાને જોડનારો 6.30 કિમી સંપૂર્ણ એલીવેટેડ હશે.
મહત્ત્વપૂર્ણ તબક્કો પાર
એમએમઆરડીએની ટીમે ઐરોલી- કાટઈ નાકા પ્રકલ્પમાં પ્રથમ ભાગમાં ઐરોલી બાજુનું છેલ્લું પીએસસી આઈ ગર્ડર લોન્ચ કરીને મહત્ત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. આથી હવે પ્રકલ્પનો પહેલો ભાગ બીજા ભાગ સાથે જોડાશે. પ્રકલ્પનો પહેલો ભાગ પૂર્ણતાને આરે હોઈ ડેક સ્લેબ, એસીબી, કોટિંગ કરવું, પેઈન્ટિંગનાં કામો પ્રગતિને પંથે છે, એમ મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાદિકરણના મહાનગર કમિશનર એસ વી આર શ્રીનિવાસે જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz