મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ આવતી ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ સપાટો બોલાવીને ૬ જગ્યાએ રેઇડ કરી સાત આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ ૧.૬૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં તેમને સફળતા મળી હતી. એએનસીના અધિકારીઓએ મહાવીર નગર-કાંદિવલી, ગોરેગામ-ઈસ્ટમાં ઑબેરૉય મૉલ નજીક, જેલ રોડ-ડોંગરી, માહિમ-વેસ્ટ, ન્યુ ટિળક નગર-ચેમ્બુર અને ચારકોપ કાંદિવલીમાં આ રેઇડ પાડી સાત આરોપીઓને ઝડપી લીધા હતા.
તેમની પાસેથી કુલ મળી ૭૦.૮૦ લાખનું ૩૫૪ ગ્રામ એમડી ડ્રગ, ૨૭.૭૨ લાખનું બે ગ્રામ હેરોઇન, ૨૮ લાખનો ૨૮૦ ગ્રામ ગાંજો, ૩૬.૯૦ લાખનું ૧.૨૩૦ કિલો ચરસ મળી ટોટલ બે કિલો ૧.૬૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. એએનસીના વરલી, બાંદરા, ઘાટકોપર અને કાંદિવલી યુનિટે આ રેઇડ પાડી હતી. આરોપીઓ સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w