મેચ બાદ નીતિશ રાણાએ જણાવ્યું કે કેવી રીતે તેમણે મેચમાં વાપસી કરી હતી
સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં KKRનો 5 રને વિજય થયો હતો. આ મેચમાં KKR એ તેના હોમ ગ્રાઉન્ડ પર હૈદરાબાદને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 166 રન જ બનાવી શકી હતી. કેકેઆરની આ જીત બાદ કેપ્ટન નીતીશ રાણા ઘણો ખુશ દેખાયો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે કોલકત્તાએ હૈદરાબાદના હાથમાં આવેલી જીતને છીનવી લીધી હતી.
મેચ બાદ નીતિશ રાણાએ જણાવ્યું કે કેવી રીતે તેમણે મેચમાં વાપસી કરી હતી. નીતિશ રાણાએ કહ્યું હતુ કે “મધ્યમાં અમે કેટલીક ખરાબ બોલિંગ કરી અને શાર્દુલ અને વૈભવને બોલિંગ આપી અને બંન્ને સેટ બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યા હતા. આ રીતે અમે આ મેચમાં પાછા ફર્યા હતા.
કેકેઆરના કેપ્ટને વધુમાં જણાવ્યું કે તેણે સ્પિનરો પર કેવી રીતે વિશ્વાસ કર્યો અને તેમનું સમર્થન કર્યું હતું. તેણે એ પણ જણાવ્યું કે તે કેવી રીતે બોલરને પસંદ કરે છે. KKRના કેપ્ટન નીતીશ રાણાએ કહ્યું, “મને શંકા હતી કે મારે કોની સાથે સ્પિનર અથવા પેસર જવું જોઈએ, મેં આ કામ કરવા માટે મારા સ્પિનર્સને સપોર્ટ કર્યો. હું હંમેશા જોઉં છું કે રમતમાં શ્રેષ્ઠ સ્પિનર કોણ છે અને આ રીતે હું નક્કી કરું છું કે તે દિવસે કોને બોલિંગ આપવી જોઇએ.
કોલકત્તાએ ચોથી મેચ જીતી
આ મેચ સાથે KKRએ ટૂર્નામેન્ટમાં તેની ચોથી જીત નોંધાવી હતી. કોલકાતાએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 10 મેચ રમી છે, જેમાં ટીમ 6 મેચ હારી છે. હાલમાં ટીમ 8 પોઈન્ટ અને -0.103 નેટ રનરેટ સાથે આઠમા નંબરે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી IPL 2023 ની 47મી મેચમાં, કોલકાતા નાઇટ રાઇડર્સે હારી ગયેલી બાજી જીતી લીધી. હૈદરાબાદને અંતિમ 30 બોલમાં માત્ર 38 રન બનાવવાના હતા અને એઇડન માર્કરામ અને અબ્દુલ સમદ ક્રિઝ પર હતા. તેમ છતાં હૈદરાબાદની ટીમ મેચ જીતી શકી નહોતી. પ્રથમ બેટિંગ કરતા KKRએ 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 166 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી એડન માર્કરામે 41, હેનરિક ક્લાસને 36 અને અબ્દુલ સમદે 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. KKR તરફથી વૈભવ અરોરા અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w