ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં એકવાર ફરીથી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પરસ્પર બાખડતા જોવા મળ્યા. આ મામલો સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ જોવા મળ્યો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં એકવાર ફરીથી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પરસ્પર બાખડતા જોવા મળ્યા. આ મામલો સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ જોવા મળ્યો. મુકાબલામાં બેંગ્લોરે લખનઉને ઘર આંગણે 18 રનથી હરાવી દીધુ.
મેચ જીતવા માટે બેંગ્લોરની ટીમે લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કે એલ રાહુલના નેતૃત્વવાળી લખનઉની ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા.
કોહલી-ગંભીર વચ્ચે શાબ્દિક ટપાટપી
આ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ છેડાયો. આ દલીલ એટલી ઉગ્ર બની ગઈ કે બાકી ખેલાડીઓ અને સ્ટાફે વચ્ચે કૂદવું પડ્યું. જેનો વીડિયો અને તસવીરો ખુબ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લખનઉની ટીમના અમિત મિશ્રા અને બેંગ્લોરની ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ વચ્ચે પડ્યા.
કોહલી અને ગંભીર વચ્ચે આઈપીએલ 2013 સીઝનમાં પણ ખુબ લડાઈ થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કેકેઆરના કેપ્ટન હતા. પરંતુ આ વખતે તેઓ લખનઉની ટીમના મેન્ટોર છે. જ્યારે કોહલી બેંગ્લોરની ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w