આજે 22 એપ્રિલ શનિવારના રોજ દેશભરમાં ઈદ ઉજવાઈ રહી છે. આને ઈદ-ઉલ-ફિત્ર અથવા ઈદ પણ કહેવાય છે. સાઉદી અરબમાં 21 એપ્રિલે ઈદ ઉજવવામાં આવી છે. પાક માસ રમઝાનના અંતમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે. એની સાથે જ રોઝા અને રમઝાન ખતમ થઇ જાય છે. આખી દુનિયામાં મુસ્લિમો હર્ષોઉલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે. આ દિવસે નવા કપડાં પહેરે છે, એક બીજાને ગળે લગાવી ઈદ મુબારક આપે છે. ઈદના અવસર પર મીઠો સેવૈયો બનાવે છે. આઓ જાણીએ ઈદ-ઉલ-ફિત્રનો ઇતિહાસ અને મહત્વ અંગે.
1. પયગંબર મુહમ્મદે ઈ.સ. 624માં બદરના યુદ્ધ પછી પહેલીવાર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી.
2. પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત સાથે રોઝા રાખવામાં આવે છે. દરરોજ અલ્લાહની પૂજા કરવામાં આવે છે. રમઝાનના 29મા કે 30મા દિવસે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવાય છે. ઈદ-ઉલ-ફિત્ર એ રમઝાનના અંતનો સંદેશ છે.
3. રમઝાન માસની શરૂઆત ચાંદના દર્શનથી થાય છે અને ઈદ પણ ચાંદના દર્શન પર જ મનાવવામાં આવે છે. મુસ્લિમોનું હિજરી કેલેન્ડર ચંદ્ર પર આધારિત છે.
4. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આખો મહિનો ઉપવાસ અને ભગવાનની પૂજા કર્યા પછી અલ્લાહ ઈદ-ઉલ-ફિત્રને ખુશી તરીકે આપે છે.
5. ઈદ ભાઈચારાનો સંદેશ આપે છે. લોકો ઈદના દિવસે જકાત આપે છે. આનો અર્થ એ છે કે દરેક સક્ષમ મુસ્લિમ પોતાની કમાણીનો અમુક હિસ્સો ગરીબોમાં વહેંચે છે, જેથી તેઓ પણ ઈદની ઉજવણી કરી શકે.
6. ઈદ નફરત ભૂલીને પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે. આના કારણે લોકો તેમની વચ્ચેની નારાજગી દૂર કરે છે અને ખુશીથી ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે. આ પ્રસંગે એકબીજાને ભેટ પણ આપવામાં આવે છે. પરિવારના વડીલ સભ્યો નાનાને ઈદી આપે છે.
7. ઈદ-ઉલ-ફિત્રના અવસર પર એક મિજબાની આપવામાં આવે છે, જેમાં મિત્રો, સંબંધીઓ અને શુભેચ્છકોનો સમાવેશ થાય છે. તેમાં અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w