ભાજપ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના સત્તાસંઘર્ષનો મુદ્દો વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેટલાંક દિવસ પૂર્વે રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં રૂ. ૪૦૦ કરોડનો ગેરવ્યવહાર થયાના કરેલા અરોપ બાદ હવે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળમાં મુંબઈ મહાપાલિકાએ દહિંસરમાં રૂ. ૯૦૦ કરોડનો જમીન ગોટાળો કર્યો હોવાનો આરોપ કર્યો છે. આ પ્રકરણે સોમૈયાએ, સ્થાનિક સાંસદ ગોપાલ શેટ્ટી અને વકિલ અમિત મહેતા સાથે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આ પ્રકરણની તપાસ કરવાની માગણી કરી છે. અમારી ફરિયાદ પર કેગે પણ આ મોટું કૌભાંડ હોવાનું જણાવ્યું છે અને મહારાષ્ટ્ર સરકારે અહેવાલ સ્વીકાર્યો છે, એમ પણ સોમૈયાએ જણાવ્યું હતું.
સત્તાકાળ દરમ્યાન ઠાકરે સરકારે દહિંસર કાંદળપાડાનો પ્લોટ ૯૦૦ કરોડની જમીન એક બિલ્ડરને આપવાનો નિર્ણય લીધો હતો. દસ વર્ષ પૂર્વે નિશલ્પ રિઆલિટીએ દહિસરમાં સાત એકર જમીન ખરીદીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પણ તે સ્વીકારવામાં આવ્યો નહોતો. આ જગ્યા પર સો ટકા અતિક્રમણ છે, એમ જણાવીને પાલિકાએ દસ વર્ષ આ જમીન ખરીદીનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એ વખતે રૂ. છ કરોડમાં આ પ્લોટ મળી શક્યો હતો, પરંતુ સત્તા પર આવતાં જ ઠાકરે સરકારે રૂ.૩૪૯ કરોડની રકમ આપીને આ પ્લોટ ખરીદ્યો છે, હવે બિલ્ડરને ફરી સાડાપાંચસો કરોડચૂકવવાના બાકી છે. વળી અ ાપ્લોટ પર રહેવાસીઓનું પુનર્વિસન ક્યારે અને કઈ રીતે થશે એ વિશે કોઈ માહિતી નથી અપાઈ.એમ કુલ રૂ. ૯૦૦ કરોડનું કૌભાંડ ઠાકરે સરકારે કર્યું હોવાનો આરોપ સોમૈયાએ કર્યો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w