કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 5.3 કરોડથી વધુ મતદારો છે. જેમાંથી 11.71 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. રાજ્યની તમામ 224 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 2.66 કરોડ પુરુષ અને 2.63 કરોડ મહિલાઓ છે. જ્યારે 5.71 લાખથી વધુ દિવ્યાંગ મતદારો છે. 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના 12.15 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ ક રશે. 16000થી વધુ મતદારો 100 વર્ષથી વધુ ઉમરના છે.
યેદિયુરપ્પાએ પરિવાર સાથે કરી પૂજા
કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ મતદાન શરૂ થતા પહેલા પોતાના પરિવાર સાથે શિકારપુરના શ્રી હુચ્ચરાય સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી.
લોકતંત્રના તહેવારને સમૃદ્ધ બનાવો-પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી કે કર્ણાટકના લોકો, ખાસ કરીને યુવાઓ અને પહેલીવાર મતદાન કરનારા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકતંત્રના તહેવારને સમૃદ્ધ બનાવે.
સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું
સવારે 7 વાગ્યાથી કર્ણાટકની 224 બેઠકો માટે મતદાન શરૂ થયું. 224 બેઠકોમાં કર્ણાટકમાં એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. 13મી મેના રોજ મતગણતરી થશે.
કર્ણાટકની 10 બેઠકો હોટસીટ
કર્ણાટકની 10 બેઠકો વિશે પણ જાણવા જેવું છે જેના પર બધાની નજર છે. જેમાંની એક છે શિગ્ગાંવ. આ સૌથી હાઈ પ્રોફાઈલ સીટ છે. અહીંથી મુખ્યમંત્રી બોમ્મઈ ચૂંટણી મેદાનમાં છે. તેમના વિરુદ્ધ કોંગ્રેસના યાસિર અહેમદ પઠાણને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જેડીએસએ શશિધર ચન્નબસપ્પા યલીગરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
બોમ્મઈ 2008થી અહીં અજેય છે. સતત 3 વાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે.
બીજી સીટ કનકપુરા છે. અહીં હજુ સુધી ભાજપનું ખાતું ખુલ્યું નથી. કર્ણાટકના અધ્યક્ષ ડી કે શિવકુમાર અહીંથી મેદાનમાં છે. ભાજપ તરફથી મંત્રી આર અશોક ચૂંટણી મેદાનમાં છે. ત્રીજી સીટ ચન્નાપટ્ટન છે. જ્યાંથી જેડીએસ ચીફ એચડી કુમારસ્વામી પોતે મેદાનમાં છે. ભાજપના સીપી યોગેશ્વર અને કોંગ્રેસના ગંગાધર એસને ટિકિટ અપાઈ છે. ચોથી સીટ વરુણા બેઠક છે. જ્યાંથી કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરુદ્ધ ભાજપના મંત્રી વી સોમન્ના ચૂંટણી લડી રહ્યા છે.
પાંચમી બેઠક હોલેનરસીપુર છે. જે દેવગૌડા પરિવારનો ગઢ છે. અહીંથી જેડીએસના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાના મોટા પુત્ર એચડી રવન્ના ચૂંટણી લડી રહ્યા છે. ગત વર્ષે પણ તેઓ આ બેઠક જીત્યા હતા. તેમના વિરુદધ ભાજપના દેવરાજે ગૌડા અને કોંગ્રેસના શ્રેયસ એમ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. છઠ્ઠી બેઠક સિરસી છે. જ્યાંથી ભાજપના નેતા અને કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી ચૂંટણી મેદાનમાં છે. તેમના વિરુદ્ધ કોંગ્રેસના ભીમન્ના નાઈક લડી રહ્યા છે. કાગેરી અહીંથી હેટ્રિ લગાવી ચૂક્યા ચે.
સાતમી સીટ હુબલી-ધારવાડ સેન્ટ્રલ છે. જ્યાંથી લિંગાયત નેતા જગદીશ શેટ્ટાર ભાજપ છોડીને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અંહીંથી છવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભાજપે મહેશ તેંગિનાકોઈને ટિકિટ આપી છે. આઠમી સીટ શિકારપુર છે જ્યાંથી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્ર ભાજપના ઉમેદવાર છે. 1983થી આ બેઠક યેદિયુરપ્પાનો ગઢ ગણાય છે.
નવમી સીટ ચિત્તપુર છે. જ્યાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરુદ્ધ ભાજના મણિકાંતા રાઠોડ છે. આ સીટ 2018માં પ્રિયાંક ખડગેએ જીતી હતી. દસમી સીટ અથણી છે. જ્યાંથી પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદી કોંગ્રેસના ઉમેદવાર છે. અત્રે જણાવવાનું કે લક્ષ્મણ સાવદી હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા.તેમના વિરુદ્ધ ભાજપે મહેશ કુમાથલ્લી અને જેડીએસએ શશિકાંત પદસાલગીને મેદાનમાં ઉતાર્યા છે.
મોટા ફેક્ટર
લિંગાયત અને વોક્કાલિગા ફેક્ટર- લિંગાયત સમુદાયનો પ્રભાવ 67 અને વોક્કાલિગની 48 બેઠકો પર છે.
82 બેઠકો પર દલિત મતદારોનો પ્રભાવ- આ 82 બેઠકોમાં દલિત વસ્તી લગભગ 23 ટકાથી વધુ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w