એચડી કુમારસ્વામીની જનતા દળ સેક્યુલર (જેડીએસ) એ કહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ બંનેએ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે તેમનો સંપર્ક કર્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલે કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. કુમારસ્વામી બુધવારે રાતે રવાના થયા બાદ હાલ સિંગાપુરમાં છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એ નક્કી થઈ ગયું છે કે તેઓ કોની સાથે ગઠબંધન કરશે.
શું કહ્યું JDS એ?
જેડીએસના એક વરિષ્ઠ નેતા તનવીર અહેમદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે નિર્ણય લેવાઈ ગયો છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે તે જનતા સામે જાહેર કરીશું. ભાજપે ઈન્કાર કર્યો છે કે તેણે જેડીએસનો સંપર્ક કર્યો હતો અને સ્પષ્ટ જનાદેશ અંગે વિશ્વાસ વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું. ભાજપના શોભા કરંદલાજે કહ્યું કે ગઠબંધનનો કોઈ સવાલ નથી. ભાજપે જેડીએસનો સંપર્ક કર્યો નથી. તેમણે કહ્યું કે અમને 120 બેઠકો મળશે એ નક્કી છે. કાર્યકર્તાઓ પાસેથી ગ્રાસરૂટ લેવલે માહિતી મેળવ્યા બાદ અમે 120 નંબર પર પહોંચ્યા છીએ.
ભાજપના ઈન્કાર અંગે પૂછતા જેડીએસએ ફરીથી દોહરાવ્યું કે પાર્ટી સરકાર બનાવવાની નજીક પહોંચી ગઈ છે. તનવીર અહેમદે કહ્યું કે હાં બંને ( ભાજપ અને કોંગ્રેસ) એ અમારો સંપર્ક કરવાની કોશિશ કરી છે. જેડીએસ આજે એવી સ્થિતિમાં છે કે પાર્ટીઓ અમારો સંપર્ક કરવા ઈચ્છશે.
તેમણે કહ્યું કે કર્ણાટકમાં લોકો ઈચ્છે છે કે રાજ્યના સારા માટે અમે બંને રાષ્ટ્રીય પાર્ટીઓ પર નજર રાખીએ. અને મને નથી લાગતું કે એવું કોઈ કારણ છે કે કોઈ સ્થાનિક પાર્ટી કર્ણાટકના વિકાસ માટે કામ કરવા નહીં ઈચ્છે. જ્યારે એવું પૂછવામાં આવ્યું કે તેઓ કઈ પાર્ટી સાથે જવા ઈચ્છશે તો તેમણે કહ્યું કે જે લોકો કર્ણાટક અને કન્નડ લોકોની ભલાઈ માટે કામ કરશે.
એવું પૂછવામાં આવ્યું કે પાર્ટી કેટલી બેઠકો જીતશે તો અહેમદે કહ્યું કે અમારા વગર કોઈ પણ સરકાર બનાવી શકશે નહીં. મને લાગે છે કે આ એક સારી સંખ્યા ચે. અમે પૈસાના મામલે રાષ્ટ્રીય પક્ષોના સંસાધનોનો મુકાબલો કરી શક્યા નહીં. પરંતુ અમે જાણીએ છીએ કે અમે સરકારનો ભાગ બનવા માટે પૂરતું પ્રદર્શન કર્યું છે.
જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડાના ખરાબ સ્વાસથ્યના કારણે તેમણે અધ્યક્ષ પદ છોડી દીધુ હતું. તેમના પુત્ર કુમારસ્વામી આ જવાબદારી હાલ સંભાળી રહ્યા છે. હાલ તેઓ નિયમિત તપાસ માટે સિંગાપુરમાં છે. તેઓ મતગણતરીના દિવસે પાછા ફરશે. પ્રદેશની 224 સભ્યોવાળી વિધાનસભા માટે બુધવારે મતદાન થયું અને મતોની ગણતરી શનિવાર થશે.
અત્રે જણાવવાનું કે મતદાન બાદ મોટાભાગના એક્ઝિટ પોલમાં સત્તાધારી ભાજપ પર કોંગ્રેસને લીડ મળતી દેખાડવામાં આવી છે અને રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જેડીએસ મહત્વપૂર્ણ બની રહેશે અને 2018ની જેમ જ કિંગ કે કિંગમેકર બનીને ઉભરી શકે છે.
જેડીએસનું અત્યાર સુધીનું પ્રદર્શન
વર્ષ 1999માં રચના બાદથી જેડીએસે ક્યારેય પોતાના દમ પર સરકાર બનાવી નથી. પરંતુ બંને રાષ્ટ્રીય પક્ષો સાથે ગઠબંધનમાં તે બેવાર સત્તામાં રહી. ફેબ્રુઆરી 2006થી ભાજપ સાથે 20 મહિના સરકારમાં રહી અને મે 2018ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસની સાથે 14 મહિના સરકારમાં રહી જેના મુખ્યમંત્રી કુમારસ્વામી રહ્યા.
આ વખતે પાર્ટીએ કુલ 224 સીટમાંથી ઓચામાં ઓછી 123 સીટ જીતીને પોતાના દમ પર સરકાર બનાવવા માટે મિશન 123 નું એક મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. જેડીએસનું સૌથી સારું પ્રદર્શન 2004ની વિધાનસભાની ચૂંટણીમાં રહ્યું હતું જ્યારે તેમણે 58 સીટ જીતી હતી. ત્યારબાદ 2013 માં પાર્ટીએ 40 બેઠક પર જીત મેળવી હતી. 2018માં તેના ફાળે 37 સીટ આવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w