ડોમ્બિવલી (વે)માં ધાર્મિક યાત્રાએ ઉત્તર પ્રદેશ ગયેલ એક પરિવારના બંધ ઘરના તાળા તોડી ચોરટાઓ ઘરમાં રાખેલ ૩૯ લાખ રૂપિયાના દાગીના ચોરી ગયા હતા. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો. અંતે પીડિત પરિવારની ફરિયાદને આધારે ડોમ્બિવલી- વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આદરી છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર વિષ્ણુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભાવિક એપાર્ટમેન્ટમાં પીડિત શ્રીનિવાસ કુરુપોલી તેમના પરિવાર સાથે રહે છે. શ્રીનિવાસ તેમના પરિવારજનો સાથે મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે ઉત્તર પ્રદેશમાં દેવદર્શન અને ધાર્મિક પ્રવાસ માટે જવા રવાના થયા હતા અને શુક્રવારે પાછા ફર્યા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે ઘરનું તાળુ અને કડી તૂટેલા જોવા મળ્યા હતા.
ઘરમાં પ્રવેશતા જ તેમને ધક્કો લાગ્યો હતો. કારણ કે બેડરૂમના અંદરના કબાટનું લોક તૂટેલું જોવા મળ્યું હતું. ઘરનું નિરીક્ષણ કરતા ઘરમાં રાખેલ ૩૯.૨૭ લાખના દાગીના ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.
આ ઘટના બાદ શ્રીનિવાસે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ચોરટાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. દરમ્યાન ડોમ્બિવલી શહેરના અન્ય પોલીસ સ્ટેશનના અને કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પણ આ ઘરફોડીની સમાંતર તપાસ હાથ ધરી ચોરટાઓને પકડી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w