કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પંજાબ કિંગ્સ (PBKS) સામે 5 વિકેટની જીત સાથે પ્લેઓફની રેસમાં પોતાની ટીમને જાળવી રાખી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પંજાબ કિંગ્સ (PBKS) સામે 5 વિકેટની જીત સાથે પ્લેઓફની રેસમાં પોતાની ટીમને જાળવી રાખી છે. આ મેચ પહેલા કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે 8મા સ્થાને હતી. હવે જીત બાદ KKRએ લાંબી છલાંગ લગાવી છે અને 10 પોઈન્ટ સાથે 5માં સ્થાને પહોંચી ગઈ છે. કોલકાતાનો નેટ રનરેટ હાલમાં -0.079 છે.
પંજાબ કિંગ્સ આ મેચમાં 179 રન બનાવવા છતાં જીતી શકી નહોતી. હવે પંજાબ 11 મેચમાં 5 જીત અને 6 હાર સાથે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને પહોંચી ગયું છે. પંજાબનો નેટ રનરેટ હાલમાં -0.441 છે.
ગુજરાત ટોપ પર અને ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા ક્રમે છે
પોઇન્ટ ટેબલમાં 53 લીગ મેચો બાદ ગુજરાત ટાઇટન્સ ટીમ 11 મેચમાં 8 જીત સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાતનો નેટ રન રેટ 0.951 છે. બીજા સ્થાને 13 પોઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ છે, જેનો નેટ રનરેટ 0.409 છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમ અનુક્રમે 11 અને 10 પોઈન્ટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે.
મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી હવે છેલ્લા 3 સ્થાન પર છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાલમાં 10-10 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રનરેટને કારણે RCB છઠ્ઠા સ્થાને, પંજાબ 7માં અને મુંબઈ ઈન્ડિયન્સ 8માં સ્થાને છે. RCBનો નેટ રનરેટ હાલમાં -0.209, મુંબઈનો -0454 જ્યારે પંજાબનો -0.441 છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ 10 મેચમાં 8 પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે, જેનો નેટ રનરેટ -0.529 છે.
કોલકાતાએ પંજાબને પાંચ વિકેટે હરાવ્યું
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ છેલ્લા બોલે પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સના 11 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. પંજાબ પણ 11 મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w