ટેક વર્લ્ડની દિગ્ગજ કંપની એપલ આજે (18 એપ્રિલ) મુંબઈમાં તેનો પહેલો સ્ટોર ( એપલ સ્ટોર ) ખોલવા જઈ રહી છે . એપલના સીઈઓ ટિમ કૂક પોતે સવારે 11 વાગ્યે તેની શરૂઆત કરશે. Appleની વેબસાઇટ અનુસાર, સ્ટોર સોમવારે બંધ રહેશે અને મંગળવારથી રવિવાર સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ પછી, બીજો સત્તાવાર સ્ટોર નવી દિલ્હીમાં 20 એપ્રિલે ખુલશે. Appleએ સોમવારે (17 એપ્રિલ) જણાવ્યું હતું કે ભારતમાં તેના પ્રથમ બે સ્ટોર્સ આ અઠવાડિયે ખુલશે, જે કંપનીની વિસ્તરણ યોજનાનો મુખ્ય ભાગ છે. એપલના બે સ્ટોર મુંબઈ અને દિલ્હીમાં ખુલી રહ્યા છે.
“Apple ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહી છે અને આ અઠવાડિયે કંપની દેશમાં તેના પ્રથમ Apple Storeની શરૂઆત સાથે મોટા વિસ્તરણ માટે તૈયારી કરી રહી છે,” કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બંને સ્ટોર સ્થાનિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. કંપનીના સીઈઓ ટિમ કુકે જણાવ્યું હતું કે, “ભારત એક સુંદર સંસ્કૃતિ અને અકલ્પનીય ઊર્જા ધરાવે છે. અમે અમારા ગ્રાહકોને ટેકો આપવા, સ્થાનિક સમુદાયોમાં રોકાણ કરવા અને માનવતાની સેવા કરતી નવીનતાઓ સાથે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.”
દરમિયાન, નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાંથી Appleની નિકાસ 5 બિલિયન યુએસ ડોલરને પાર થવાની ધારણા છે. આ આંકડો ભારતમાં બનેલા ફોનની કુલ નિકાસનો અડધો ભાગ છે.
BKC માં ભારતનો પહેલો Apple રિટેલ સ્ટોર
ભારતનો પહેલો Apple રિટેલ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં Jio વર્લ્ડ ડ્રાઈવ મોલમાં શરૂ થવાનો છે. તે 133 મહિના માટે લીઝ પર છે. આ એપલ સ્ટોર 20 હજાર 806 સ્ક્વેર ફૂટનો છે, જેનું ભાડું 42 લાખ રૂપિયા પ્રતિ માસ છે. એપલે અત્યાર સુધી એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા તેની પ્રોડક્ટ્સ વેચી છે.
ભારતમાં ટિમ કૂક
એપલના સીઈઓ ટિમ કૂક સોમવારે (17 એપ્રિલ) ભારતના પ્રથમ એપલ સ્ટોરના લોન્ચિંગ માટે ભારત આવ્યા હતા. ભારત આવ્યા બાદ તેઓ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રો આકાશ અંબાણી અને ઈશા અંબાણીને મળ્યા હતા. રિલાયન્સ રિટેલના અધિકારીઓને પણ મળ્યા હતા. આ પછી તે મુંબઈમાં ઘણા ઉદ્યોગસાહસિકો અને સેલિબ્રિટીઓને પણ મળ્યો. તેમની ભારત મુલાકાત દરમિયાન, ટિમ કૂક બુધવારે (19 એપ્રિલ) દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માહિતી ટેકનોલોજી રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરને મળશે.
2017માં ભારતમાં પહેલો iPhone બનાવવામાં આવ્યો હતો
Apple ભારતમાં 2017 થી આઇફોનનું ઉત્પાદન કરી રહ્યું છે અને હજારો રોજગારની તકો ઊભી કરી છે. રિટેલ સ્ટોર ખોલ્યા પછી, કંપની તેની સપ્લાય ચેઇનને વધુ મજબૂત કરશે અને દેશભરમાં તેનો બિઝનેસ વિસ્તારશે. iPhones સાથે, Apple ભારતમાં iPads અને AirPods બનાવવાની પણ યોજના ધરાવે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w