કમોસમી વરસાદ, તીવ્ર તાપને લીધે વિવિધ શાકભાજીના પાકને નુકશાન
વાશીની એપીએમસી માર્કેટમાં મંગળવારે શાકભાજીના ભાવ વધેલા જોવા મળ્યાં હતાં. શિમલા મરચાં, રીંગણા, ફણસી, કાકડીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. કમોસમી વરસાદ અને વધુ પડતાં તાપને લીધે શાકભાજીનું ઉત્પાદન ઘટયું છે અને તેના ભાવમાં વધારો થયો છે. અત્યારે એપીએમસીમાં શાકભાજીની આવક ઘટી હોવાથી પણ કિંમતમાં વધારો થયો છે.
એપીએમસીમાં મંગળવારે ૫૯૪ ગાડી ભરી માલની આવક થઇ હતી, તેમાં શિમલા મરચાં, ફણસી, રીંગણા, કાકડીની આવક ઘટી હોવાથી તેની કિંમતમાં આજે માર્કેટમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો હોવાની માહિતી વેપારીઓએ આપી હતી. મંગળવારે એપીએમસીમાં કાકડીની ૩૯૨ ક્વિંટલ શિમલા મરચાંની ૧૪૮૨ ક્વિંટલ, રીંગણાની ૩૨૩ ક્વિંટલ અને વટાણાની ૧૦૪૫ ક્વિંટલ આવક થઇ છે. ટામેટાં, ગુવાર, ભીંડા, કોબી, ફલાવર, ગાજરના ભાવ સ્થિર છે તો લીલાં મરચાં અને વટાણાના ભાવ ઘટયાં છે.
શાકભાજીના ભાવ પ્રતિ કિલો
શાકભાજી પહેલાં અત્યારે શાકભાજી પહેલાં અત્યારે
કાકડી ૧૨-૧૪ રૃા. ૧૬-૧૮ રૃા. શિમલા મરચા ૨૦-૨૨ રૃા. ૩૦-૩૨ રૃા.
ફણસી ૪૦-૪૫ રૃા. ૫૦-૫૫ રૃા. રીંગણા ૧૨ રૃા. ૧૬ રૃા.
લીલાં મરચાં ૨૦-૩૦ રૃા. ૧૬થી ૨૦ રૃા. વટાણાં ૮૦રૃા. ૬૦ રૃા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w