ફોર્ટીસ હોસ્પિટલ મુલુંડ ખાતે તાજેતરમાં ૩૮ બેડના નવા માળ સિમ્ફનીનું ઉદ્દઘાટન રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના હસ્તે કરાયું. મુલુંડમાં આશરે ૨૦ વર્ષથી કાર્યરત ફોર્ટીસ હોસ્પિટલમાં સિમ્ફની ફ્લોર અત્યાધુનિક સાધનોથી સજ્જ ફ્લોર છે. આ અદ્યતન ફ્લોર પર ક્લિનિકલ કેઅર અને બાયોફિલીક ડિઝાઈનના માધ્યમથી સંપૂર્ણ ઉપચાર કરવામાં આવશે. દર્દીઓ અને તેના પરિવારજનો પરથી હોસ્પિટલ સંબંધિત સ્ટ્રેસ દૂર કરવા માટેના ઉદ્દેશ્યથી આ ફ્લોર ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ તબક્કે ફોર્ટીસ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ અને સ્ટાફએ પૂ. ગુરૂદેવના આશીર્વાદ લીધા હતા અને પૂ. ગુરૂદેવએ સૌ ઉપસ્થિતો સમક્ષ આશીર્વચન આપ્યા હતા. ફોર્ટીસ હોસ્પિટલના ડો. એસ. નારાયણીએ જણાવ્યું હતુ કે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના હસ્તે આ સિમ્ફની ફ્લોરનું ઉદ્ઘાટન કરવાનું અમને જે બહુમાન પ્રાપ્ત થયું તે બદલ અમારા સલાહકાર, નર્સિંગ ટીમ, પ્રશાસકીય ટીમ અને તમામ લોકો આનંદની લાગણી અનુભવે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w